<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

હાલ ‘ટોક ઓફ ધ કન્‍ટ્રી' અર્નબ સાયકલોન

કેવો અજબ જોગાનુજોગ! ગયા વર્ષે ‘મોન્‍થા' નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં ઉદ્‌્‌ભવીને આંધ્ર નજીક ર૮-૧૦ ના રોજ લેન્‍ડફોલ થયેલું, વર્તમાન ‘અર્નબ' એજ ખાડીમાં, એજ તારીખે અને એજ લોકેશને લેન્‍ડફોલ થઇ રહ્યુ છે, લેન્‍ડફોલ બાદ ૧ર થી ૧૪ કલાક સુધી અર્નબ ‘વાવાઝોડા' ની કેટેગરીએ જ યથાવત રહેનાર હોઇ, સંભવિત ખાના ખરાબીની ભીતિને કારણે તે વધુ ચર્ચામય બન્‍યુ છે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૭ :.. હાલ અર્નબ નામનું વાવાઝોડુ દેશ લેવલ ચર્ચાનો વિષય બન્‍યુ છે અને તેના કારણો પણ છે. એક એ કે, આ બહુ શકિતશાળી અર્થાત માત્ર સાયકલોનિક સ્‍ટોર્મ નહીં પણ વેરી સીવીયર સાયકલોનિક સ્‍ટોર્મ છે. અને તે આંધ્ર નજીક લેન્‍ડફોલ (જમીન પર પ્રવેશ) થયા બાદ પણ, જેમ અન્‍ય વાવાઝોડા, તૂર્ત નબળા પડવા માંડે છે. જયારે આ વાવાઝોડું ૧ર થી ૧૪ કલાક સુધી વાવાઝોડાની કેટેગરીએ યથાવત રહેનાર છે. તેમ આઇએમડીના ટ્રેક મેપ માં જોવા મળે છે. જેથી આંધ્ર-ઓડિસા સહિત આસપાસના વિસ્‍તારોમાં જે ખાનાખરાબી સર્જાએ એ ભીતિ ને કારણે આ અર્નબ વધુ  ચર્ચામય બન્‍યુ છે. વળી આ વાવાઝોડાનો વિલય થશે ત્‍યાં જ બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડા જેવી સીસ્‍ટમ આકાર લઇ રહી હોઇ, અને તે મોડેલ મેપ્‍સ અનુસાર પૂર્વ અને પૂર્વોત્તરના રાજયોમાં ભારે વરસાદ વરસાવનાર છે.

અર્નબ વાવાઝોડાની આડ અસર ગુજરાતમાં  થશે કે હાલ સુધી ગુજરાત - રાજસ્‍થાન આસપાસ એન્‍ટી સાયકલોનીક સીસ્‍ટમ હતી જે ગરમી વધારી રહી હતી. પણ અર્નબ ને કારણે આ એન્‍ટી સાયકલોન દૂર ખસી જઇ પાકિસ્‍તાન તરફ સરકી ગઇ છે. અને હવે અર્નબની પરોક્ષ અસરે ગુજરાત પર પવનોની દિશા બદલાયે ગરમી ગાયબ થશે.

(11:32 AM IST)