તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
યુરોપિયન કમિશન ઉપર સાયબર હુમલાથી વપરાશકર્તાઓની અંગત માહિતી લીક : ઓનલાઇન શિક્ષણ પ્લેટફોર્મ બંધ કરાયું, નામ અને ઈમેલ સરનામાં ચોરાયાં
હુમલાખોરોની ઓળખ હજુ જાહેર થઈ નથી. વપરાશકર્તાઓને શંકાસ્પદ સંદેશાઓથી સાવચેત રહેવા સૂચના

બ્રસેલ્સ: યુરોપિયન કમિશનના ઓનલાઇન શિક્ષણ પ્લેટફોર્મ ‘ઈયુ એકેડેમી’ ઉપર સાયબર હુમલાને કારણે વપરાશકર્તાઓની અંગત માહિતી લીક થઈ છે.
કમિશનના પ્રવક્તા થોમસ રેગ્નિયરે સોમવારે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત લોકોને જાણ કરવામાં આવી છે અને સાવચેતીના ભાગરૂપે પ્લેટફોર્મ બંધ કરાયું છે.
ચોરાયેલી માહિતીમાં વપરાશકર્તાઓનાં નામ અને ઈમેલ સરનામાં સામેલ છે. કેટલા લોકો અસરગ્રસ્ત થયા તેની તપાસ ચાલુ છે.
સાયબર હુમલાની શરૂઆત ઓક્ટોબરમાં થઈ હોવાનું જણાવાયું છે અને ગયા અઠવાડિયે તેની વ્યાપક માહિતી બહાર આવી હતી. હુમલાખોરોની ઓળખ હજુ જાહેર થઈ નથી. વપરાશકર્તાઓને શંકાસ્પદ સંદેશાઓથી સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
