તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્લોબલ આઈટી સેન્ટરમાં સાયબર હુમલો, અંદાજિત ૩.૭૫ લાખ રેકોર્ડ્સ ચોરાઈને ડાર્ક વેબ પર અપલોડ
નવી મુંબઈ સ્થિત સર્વરમાં હેકર્સે છ દિવસ સુધી ઘૂસણખોરી કરીને મહત્વપૂર્ણ ફાઈલો ઉડાવી, ગ્રાહકોની ડિજિટલ સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થતા પોલીસ તપાસ શરૂ.

નવી મુંબઈ : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક ગણાતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની ડિજિટલ સુરક્ષાને સાયબર હુમલાખોરોએ મોટો પડકાર ફેંકતા નવી મુંબઈના સીબીડી બેલાપુર સ્થિત ગ્લોબલ આઈટી સેન્ટરના સર્વરમાં હેકર્સે ઘૂસણખોરી કરીને આશરે ૩,૭૫,૦૦૦ જેટલા રેકોર્ડ્સ ચોરી લીધા હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે.
પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, આ સાયબર હુમલો ગગત ૯ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર દરમિયાન છ દિવસ સુધી ચાલ્યો હતો, જેમાં હેકર્સે બેંકની મહત્વપૂર્ણ એપ્લિકેશન્સ YONO 2.0 અને RAAS ના સર્વરને નિશાન બનાવીને ૩૨ સીવીએફ, ૨ જેસોન અને ૨૭૨૧ પીડીએફ ફાઈલો ચોરી કરી હોવાનું ખુલ્યું છે.
સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે હેકર્સ દ્વારા ચોરવામાં આવેલા આ કરોડો ગ્રાહકો સાથે જોડાયેલા રેકોર્ડ્સ ડાર્ક વેબ પર અપલોડ કરવામાં આવ્યા હોવાની ગંભીર માહિતી સામે આવી છે, જેનાથી બેંકના કરોડો ગ્રાહકોની અંગત અને નાણાકીય સુરક્ષા પર જોખમ તોળાઈ રહ્યું છે.
આ મામલે બેંકના જવાબદાર અધિકારી દ્વારા નવી મુંબઈના બેલાપુર સીબીડી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે અજાણ્યા સાયબર હેકર્સ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આંતરરાષ્ટ્રીય અથવા સ્થાનિક હેકિંગ ગેંગની સંડોવણી વિશે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ચોરી થયેલા રેકોર્ડ્સમાં ગ્રાહકોની કઈ-કઈ સંવેદનશીલ વિગતો સામેલ છે અને તેનો નાણાકીય દુરુપયોગ થયો છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ આ ગંભીર ઘટનાને પગલે ડિજિટલ બેન્કિંગ ક્ષેત્રે હડકંપ મચી ગયો છે.
સાયબર સુરક્ષા નિષ્ણાતોની મદદથી ડેટા લીક થવાના સ્ત્રોત અને તેના દુરુપયોગને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થાઓ વધુ સઘન બનાવવામાં આવી રહી છે, જ્યારે આગામી સમયમાં તપાસના અહેવાલ બાદ વધુ ખુલાસાઓ સામે આવશે તેવી અપેક્ષા છે.
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
