તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
સાયબર ઠગોની ખેર નથીઃ ૧૦,૦૦૦ થી વધુના ઓનલાઇન ટ્રાન્સફરમાં
હવે એક કલાકનો ‘બ્રેક' લાગશેઃ આરબીઆઈનો મોટો નિર્ણય

મુંબઈ,તા.૧૫: ડિજિટલ છેતરપિંડી અને સાયબર ફ્રોડના વધતા કિસ્સાઓ ડામવા માટે ભારતીય રિઝર્વ બેન્ક હવે સફાળી જાગી છે. આરબીઆઈ દ્વારા હવે ૧૦,૦૦૦ રૂપિયાથી વધુના ઓનલાઇન ટ્રાન્સફર પર એક કલાકનો 'કૂલિગ પિરિયડ' એટલે કે સમયગાળો રાખવાની ગંભીર વિચારણા હાથ ધરવામાં આવી રહી હોવાનો ન્યુઝ ફર્સ્ટ નો અહેવાલ જણાવે છે.
સત્તાવાર વિગતો અનુસાર, દેશમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ચિતાજનક ઉછાળો આવ્યો છે. ઠગબાજો મિનિટોમાં લોકોના ખાતા સાફ કરી નાખતા હોય છે, ત્યારે આ લૂંટ રોકવા માટે આરબીઆઈ નવો નિયમ લાવવાની તૈયારીમાં છે. આ પ્રસ્તાવિત નિયમ મુજબ, જો કોઈ ગ્રાહક ૧૦,૦૦૦ રૂપિયાથી વધુની રકમ એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરશે, તો તે રકમ સામેની વ્યક્તિના ખાતામાં જમા થતા એક કલાકનો સમય લાગશે.
આ એક કલાકના સમયગાળા દરમિયાન ગ્રાહકને પોતાના વ્યવહારની ખાતરી કરવાનો અને જો છેતરપિડી થઈ હોય તો વ્યવહાર રોકવાનો પૂરતો સમય મળી રહેશે. હાલમાં આ મામલે આરબીઆઈ સક્રિયપણે વિચારણા કરી રહી છે અને ટૂંક સમયમાં તેની વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
સાયબર સુરક્ષાના નિષ્ણાતો આ પગલાને ઓનલાઇન લૂંટારા સામેનું મોટું શષ ગણાવી રહ્યા છે. જોકે, સામાન્ય જનતા માટે તાત્કાલિક પેમેન્ટમાં થોડી મુશ્કેલી પડી શકે છે, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ આ નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે. સત્તાવાર જાહેરાત બાદ આ નિયમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
