તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
આંધ્ર-ઓડિશા કિનારે અથડાયું વાવાઝોડું અર્નબઃ આગામી ૧૨ કલાક ભારે
કલિંગપટ્ટનમ પાસે લેન્ડફોલઃ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના આદેશથી ૫૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયાઃ હાઈ રેડ એલર્ટ જાહેર

નવી દિલ્હી, તા.૨૪: બંગાળની ખાડીમાં સર્જાયેલું ભારે દબાણ આખરે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો સાથે અથડાયું છે. ભારતીય હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ લગભગ ૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પヘમિ દિશામાં આગળ વધી રહી છે અને કલિંગપટ્ટનમ નજીક કિનારો ઓળંગી રહી છે. લેન્ડફોલની આ પ્રક્રિયા આગામી બે કલાક સુધી ચાલુ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે કિનારા સાથે અથડાયા પછી પણ આ સિસ્ટમ આગામી ૧૨ કલાક સુધી તેની પૂરી તાકાત જાળવી રાખશે. આ પછી, તે ઉત્તર-ઉત્તર-પヘમિ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળી પડશે.
જો આ સિસ્ટમ જમીન સાથે અથડાતા પહેલા વધુ મજબૂત બનીને ચક્રવાતી વાવાઝોડાનું રૂપ લઈ લેત, તો તેને અર્ણબ નામ આપવામાં આવ્યું હોત. આ ગંભીર હવામાન સંકટને ધ્યાનમાં રાખીને ઓડિશા અને આંધ્રપ્રદેશના સંવેદનશીલ જિલ્લાઓમાં હાઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોરાપુટ, મલકાનગિરી, કાલહંડી અને નવરંગપુરમાં અત્યંત ભારે વરસાદ, શક્તિશાળી પવનો અને અચાનક પૂર (ફ્લેશ ફ્લડ)ના ખતરાને જોતાં રાહત અને બચાવ ટીમો એલર્ટ મોડ પર છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વરિષ્ઠ અધિકારીઓ સાથે કટોકટી સમીક્ષા બેઠક યોજીને નીચાણવાળા વિસ્તારોમાંથી હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા અને શાળાઓને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે.
હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. આ ડીપ ડિપ્રેશન વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે આવેલા કલિંગપટ્ટનમના દક્ષિણ-પヘમિ કિનારાને ઓળંગી રહ્યું છે. જમીની વિસ્તારમાં પ્રવેશ્યા પછી પણ આગામી ૧૨ કલાક સુધી આ સિસ્ટમની તીવ્રતા ભયાનક દબાણના રૂપમાં જળવાઈ રહેશે.
ઓડિશા અને આંધ્રપ્રદેશ - બંને રાજ્ય સરકારોએ પૂર અને જળભરાવની સ્થિતિને પહોંચી વળવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે. સંવેદનશીલ વિસ્તારોમાંથી ગ્રામજનોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જિલ્લા કલેક્ટરોને ફિલ્ડમાં હાજર રહેવા અને અચાનક આવતા પૂરથી લોકોને બચાવવાનો આદેશ આપ્યો છે. ઓડિશા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાંથી એક બનવાની શકયતા છે, કારણ કે ત્યાંના ઘણા જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી છે.
ઓડિશાના દક્ષિણના જિલ્લાઓમાં વરસાદને લઈને વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. અગાઉ જાહેર કરાયેલી આગાહીઓમાં કોરાપુટ, ગજપતિ અને ગંજમમાં ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સિવાય કાલાહંડી, નબ રંગપુર, કોરાપુટ અને મલકાનગિરીમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. IMDના એલર્ટ બાદ રાજ્ય વહીવટીતંત્રે ઘણા જિલ્લાના કલેક્ટરોને હાઈ એલર્ટ પર રાખ્યા છે. સંભવિત જળભરાવ, પૂર, ભૂસ્ખલન અને માટી ધસી પડવા જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓ વધારી દેવામાં આવી છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
