<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

ગુજરાત સહિત ૧૭ રાજ્‍યોમાં વંટોળ સાથે ત્રાટકશે મેઘરાજા, ૮૫ કિમીની ઝડપે ફૂંકાશે તોફાની પવન, આઇએમડીનું હાઈ-એલર્ટ

આસમાની આફતનું એંધાણ : દેશ પર એકસાથે ૫-૫ શક્‍તિશાળી વેધર સિસ્‍ટમ્‍સ થઈ સક્રિય, આકાશમાંથી વરસશે આફત, વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા વચ્‍ચે લોકોને સાવચેત રહેવા સલાહ

નવી દિલ્‍હી : સમગ્ર દેશમાં ચોમાસાએ રૌદ્ર ગતિ પકડી છે અને આગામી કલાકો ભારેથી અતિભારે સાબિત થવાના એંધાણ મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી અને અત્‍યંત ભયજનક અપડેટ અનુસાર, ગુજરાત સહિત દેશના ૧૭ રાજ્‍યોમાં આગામી કલાકોમાં મેઘરાજા વાજતે-ગાજતે અને ભયાનક વંટોળ સાથે સવારી કાઢશે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ રાજ્‍યોમાં કડાકા-ભડાકા અને વીજળીના તાંડવ સાથે ૮૦થી ૮૫ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. જેને પગલે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે કડક આદેશો આપવામાં આવ્‍યા છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્‍યા અનુસાર, વાતાવરણમાં એકસાથે પાંચ શક્‍તિશાળી વેધર સિસ્‍ટમ્‍સ સક્રિય થવાના કારણે આ અસાધારણ પરિસ્‍થિતિ સર્જાઈ છે. હાલમાં સમુદ્રની સપાટી પર ચોમાસાનો મુખ્‍ય પટ્ટો (મોન્‍સૂન ટ્રફ) રાજસ્‍થાનથી લઈને છેક બિહાર સુધી લંબાયેલો છે, તેની સાથે બંગાળની ખાડીમાં એક મજબૂત સાયક્‍લોનિક સકર્યુલેશન સર્જાયું છે.આ આકાશી આફત એટલાથી જ નથી અટકી, ગુજરાત, હરિયાણા અને લક્ષદ્વીપના વાયુમંડળ પર પણ અલગ-અલગ સ્‍તરે ચક્રવાતી સિસ્‍ટમો ધમધમી રહી છે, જ્‍યારે ઉત્તર ભારત પર વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ પણ સક્રિય થઈ ચૂકયું છે. આ તમામ પરિબળો ભેગા થતાં આગામી દિવસોમાં દક્ષિણ-પヘમિ ચોમાસું ગુજરાત, મધ્‍યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ તરફ ભારે વિનાશક વેગ સાથે આગળ વધશે. ચોમાસાના આ પ્રચંડ આક્રમણની સૌથી વધુ અસર મહારાષ્‍ટ્રથી લઈને બિહાર અને દિલ્‍હીથી પヘમિ બંગાળ સુધી જોવા મળશે. પાડોશી રાજ્‍ય મહારાષ્‍ટ્રના મુંબઈ અને પાલઘરમાં સ્‍થિતિ વધુ ચિંતાજનક હોવાથી ત્‍યાં‘‘રેડ એલર્ટ'' જારી રાખવામાં આવ્‍યું છે.

 પહાડી વિસ્‍તારોમાં ભૂસ્‍ખલન (લેન્‍ડસ્‍લાઈડ)ની ભીતિ છે, જ્‍યારે મેદાની વિસ્‍તારોમાં પ્રચંડ વાવાઝોડું તબાહી મચાવી શકે છે. તોફાની પવનના કારણે ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે. વીજળીના કડાકા વખતે લોકોને ખુલ્લા મેદાનમાં કે ઝાડ નીચે ઊભા ન રહેવા અને પાકા મકાનોમાં જ આશરો લેવા વહીવટી તંત્ર દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે

(11:32 AM IST)