News of Wednesday, 30th September 2026
નેપાલમાં મેઘતાંડવે વિનાશ વેર્યોઃ ભીષણ પૂરમાં વધુ ૬ ઘર તણાયાં, ૨૪ લોકોનાં મોત
હિમાલયમાં ટ્રેકિગ કરવા ગયેલા ૧૦ પર્વતારોહકો ગુમ, હેલિકોપ્ટરથી સર્ચ ઓપરેશન ત્રીજા દિવસે પણ ચાલુ

મનાંગ તા.૩૦: નેપાલમાં કુદરત ફરી એક વાર રૂઠી છે. ૨૬ ઑગસ્ટે આવેલા ભયાનક પૂરના બરાબર એક મહિના પછી ફરી નેપાલમાં ભારે વરસાદ અને લેન્ડસ્લાઇડે તારાજી સર્જી છે. માત્ર ૩ દિવસમાં જ પૂર અને ભૂસ્ખલનને કારણે ૨૪ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ૧૪ લોકો હજી પણ લાપતા છે.
સૌથી વધુ અસર ગંડકી પ્રદેશમાં થઈ છે જ્યાં કાલીગંડકી નદીએ ભારે ખાનાખરાબી કરી છે. નદીના ધસમસતા પ્રવાહે અનેક પાકા પુલ અને ગામ તથા વસ્તીઓ સાફ કરી નાખ્યાં હતાં. નદીનું જળસ્તર વધતાં ૧૪૪ મેગાવોટના હાઇડ્રોપાવર પ્રોજેક્ટના તમામ ગેટ ખોલી નાખવા પડ્યા હતા. હાલ વીજળી ઉત્પાદન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. મનાંગ જિલ્લાના ચામે ગામમાં આંખના પલકારામાં આખાં મકાનો જમીનમાં ગરકાવ થઈ ગયાં હતાં.
દરમ્યાન મનાંગમાં આવેલા હિમલુંગ હિમાલયમાં રવિવારે હિમવર્ષા થતાં બે પર્વતારોહકોનાં મોત થયાં હતાં. આ ટ્રેકિગ ટીમમાં ગયેલા કુલ બાવીસ લોકોમાંથી ૧૦ લોકો હજી પણ લાપતા છે. તેમની શોધખોળ માટે કાઠમાંડુથી હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે. આ કુદરતી કહેરને કારણે અત્યાર સુધીમાં સેંકડો મકાનો જમીનદોસ્ત થયાં છે અને ૧૫૦૦થી વધુ લોકો બેઘર બન્યા છે
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
