<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં ‘રેમલ' વાવાઝોડાનો કહેર : ૬નાં મોત, હજારો ઘરોને નુકસાન અને જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત

કોલકત્તા : પશ્ચિમ  બંગાળ અને ત્રિપુરામાં તાજેતરમાં ત્રાટકેલા રેમલ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. સાગર દ્વીપ અને ખેપુપારા વચ્‍ચે ૧૧૦ થી ૧૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોને કારણે ૬ લોકોએ જીવ ગુમાવ્‍યા છે અને અંદાજે ૨૯૫૦૦ ઘરોને નુકસાન પહોંચ્‍યું છે.

કોલકાતા શહેરમાં ૫૦થી વધુ મોટા વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થતાં ઠેર-ઠેર પાણી ભરાવાની ગંભીર સ્‍થિતિ સર્જાઈ હતી.

ખરાબ હવામાનને લીધે કોલકાતા એરપોર્ટ ૨૧ કલાક બંધ રાખવું પડ્‍યું હતું, જેમાં ૩૯૪ ફલાઇટ્‍સ રદ કરવામાં આવી હતી.

આ ઉપરાંત મેટ્રો અને લોકલ ટ્રેન સેવાઓ પણ સંપૂર્ણ ખોરવાઈ ગઈ હતી. નીચાણવાળા વિસ્‍તારોમાંથી લોકોને સુરક્ષિત સ્‍થળે ખસેડવાની રાહત અને બચાવ કામગીરી પણ જોરશોરથી હાથ ધરવામાં આવી હતી.

(1:23 PM IST)