તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 27th May 2026
રોજનું ૧૦ લિટર દૂધ, ૨ કિલો ઘી અને ડ્રાયફ્રુટઃ રૂા. ૩૧ લાખનો VIP પાડો
ઊંચી કિંમત, શાનદાર કદ-કાઠી અને ખાસ ખાનપાનના કારણે આ પાડો ચર્ચાનો વિષય બન્યો

હાપુડ તા.૨૭: પાડા તો તમે ઘણા જોયા હશે, પરંતુ આજકાલ ઉત્તર પ્રદેશના હાપુડનો એક પાડો બધાને આヘર્યચકિત કરી રહ્યો છે. ઈદ પહેલા હાપુડના અસૌડા પશુ બજારમાં એક વિશાળકાય પાડો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ પાડાની કિમત આશરે ૩૧ લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે, જેને જોવા માટે દૂર-દૂરથી લોકો બજારમાં પહોંચી રહ્યા છે. પોતાની ઊંચી કિમત, શાનદાર કદ-કાઠી અને ખાસ ખાનપાનના કારણે આ પાડો આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે.
પાડાના માલિક આમિરે જણાવ્યું કે, આ પાડાની દેખરેખ ખૂબ જ ખાસ રીતે કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, પાડાને દરરોજ આશરે ૧૦ લીટર દૂધ પીવડાવવામાં આવે છે. આ સિવાય તેને ૨ કિલો દેશી ઘી પણ ખવડાવવામાં આવે છે, જેથી તેની તાકાત અને સ્વાસ્થ્ય વધુ સારું જળવાઈ રહે. એટલું જ નહીં, પાડાને નિયમિત રૂપે ડ્રાય ફ્રૂટ્સ પણ આપવામાં આવે છે, જેથી તેની ફિટનેસ અને ચમક બરકરાર રહે.
આમિરના જણાવ્યા મુજબ, પાડાની દેખરેખમાં દર મહિને સારો એવો ખર્ચ થાય છે, પરંતુ તેના સ્વાસ્થ્ય અને મજબૂતીને જોતા તેઓ કોઈ પણ પ્રકારની કમી નથી રાખતા. પાડાની લંબાઈ અને વિશાળ શરીર લોકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યું છે. બજારમાં આવતા લોકો ન માત્ર તેને જોવા પહોંચી રહ્યા છે, પરંતુ તેની સાથે તસવીરો અને વીડિયો પણ બનાવી રહ્યા છે.
ઈદના પગલે અસૌડા પશુ બજારમાં મોટી સંખ્યામાં પશુઓ વેચાણ માટે લાવવામાં આવી રહ્યા છે, પરંતુ ૩૧ લાખ રૂપિયાની કિંમત વાળો આ પાડો લોકો વચ્ચે સૌથી વધુ ચર્ચામાં બનેલો છે. બજારમાં તેની ઊંચી કિમતને લઈને પણ જાતજાતની ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં, આ વિશાળકાય પાડો પશુ બજારમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનેલો છે અને લોકો તેને જોવા માટે પહોંચી રહ્યા છે
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
