હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકને નુકસાન, દીકરીની મેડિકલની ફી ન ભરી શકનારા ખેડૂતે ગળાફાંસો ખાધો
આત્મહત્યા પૂર્વે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો

લાતુર,તા.૨૧: નાંદેડ જિલ્લામાં પાકને નુકસાન અને પુત્રીની મેડિકલની ફી ન ભરી શકવાને કારણે હતાશ થયેલા ૪૬ વર્ષના ખેડૂતે આત્મહત્યા કરી હતી. અંતિમ પગલું ભરતા પહેલા ખેડૂતે સત્તાવાળાઓને સંબોધીને અપીલ કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.બોરગાંવમાં આવેલા પોતાના ખેતરમાં સોમવારે આત્મહત્યા કરતા પહેલા ખેડૂત શંકર અબનરાવ ક્ષીરસાગરે ઓનલાઇન વીડિયો ક્લિપ પોસ્ટ કરી હતી, જેમાં તેણે પ્રશ્રન કર્યો હતો કે દુષ્કાળ જેવી સ્થિતિને કારણે સોયાબીનનો પાક નાશ પામ્યો હોવા છતાં તેને સરકાર તરફથી સહાય કેમ મળી નથી?
પોલીસના જણાવ્યા અનુસાર શંકર ક્ષીરસાગરે પોતાની નાનકડા ખેતરમાં સારા પાકની આશાએ સોયાબીનનું વાવેતર કર્યું હતું. જોકે લાંબા સમય સુધી વરસાદ ન પડવાને કારણે પાકને નુકસાન થયું હતું.તેની એક પુત્રી મેડિકલનો અભ્યાસ કરી રહી છે. સરકારે દુષ્કાળગ્રસ્ત ખેડૂતોના બાળકો માટે ફીમાં રાહતની જાહેરાત કરી હોવા છતાં અને અરજી કરવા છતાં તેની પુત્રીની ફી માફ કરવામાં આવી નહોતી.
બિમ્બગાંવ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર બોધનકરે જણાવ્યું હતું કે પાકને નુકસાન, માથે દેવું અને પુત્રીના અભ્યાસનો ખર્ચ, આ તમામ આર્થિક બોજને કારણે શંકર ક્ષીરસાગર ભારે માનસિક તાણ હેઠળ હતો.સોમવારે બપોરે તે પોતાના ખેતરમાં ગયો હતો, જ્યાં તેણે મોબાઇલ ફોન પર વીડિયો રેકોર્ડ કર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. વીડિયો સામે આવ્યા બાદ તેના સંબંધીઓ અને પોલીસે તેની શોધ ચલાવી હતી. પોલીસ ખેતરમાં પહોંચી ત્યારે તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
વીડિયોમાં ક્ષીરસાગરે જિલ્લા કલેક્ટરને અપીલ કરતાં પૂછ્યું હતું કે તેને કોઇ પણ લોન માફી યોજનાનો લાભ કેમ મળ્યો નથી અને અરજી કરવા છતાં તેની પુત્રીની મેડિકલ કોલેજની ફી માફ કેમ કરવામાં આવી નથી?.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
