તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
દમોહ હિજાબ વિવાદ: હાઈકોર્ટે સ્કૂલના ચાર આરોપીઓની એફઆઈઆર રદ કરવાની અરજી ફગાવી દીધી
મધ્યપ્રદેશની ગંગા જમુના સ્કૂલમાં હિન્દુ વિદ્યાર્થિનીઓને હિજાબ અને ધાર્મિક પ્રથાઓ પાળવા દબાણ કરવાના કેસમાં ન્યાયિક કાર્યવાહી યથાવત રહેશે.

દમોહ : મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં આવેલી વિવાદાસ્પદ ગંગા જમુના ઉચ્ચતર માધ્યમિક શાળા સાથે જોડાયેલા ચકચારી હિજાબ કેસમાં મધ્યપ્રદેશ હાઇકોર્ટના જસ્ટિસ હિમાંશુ જોશીની સિંગલ બેન્ચે શુક્રવારે મહત્વનો ચુકાદો આપતા સ્કૂલના ચાર ભૂતપૂર્વ અધિકારીઓ અને કર્મચારીઓ શૈલેન્દ્ર કુમાર જૈન, અબ્દુલ વસીમ બારી, શિક્ષક અનસ અથર અને ઓફિસ આસિસ્ટન્ટ રૂસ્તમ અલી દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર (FIR) રદ કરવાની અરજીઓને સખત શબ્દોમાં ફગાવી દીધી છે, જેથી આરોપીઓ માટે કાયદાકીય મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે.
ઘટનાની વિગતવાર વિગતો આપતા અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે મે ૨૦૨૩માં સામે આવેલા આ ગંભીર પ્રકરણમાં વિદ્યાર્થિનીઓ પર ધમકીઓ આપીને બળજબરીપૂર્વક ચોક્કસ પોશાક પહેરવા અને ધાર્મિક પ્રથાઓનું પાલન કરાવવાના આરોપોને પ્રથમ દૃષ્ટિએ પાયાવિહોણા ગણી શકાય નહીં, કારણ કે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિના અહેવાલ અને વિદ્યાર્થિનીઓની ફરિયાદોના આધારે પોલીસે આઈપીસીની કલમ ૨૯૫-એ, ૧૨૦-બી, ૫૦૬ તેમજ કિશોર ન્યાય અધિનિયમ અને મધ્યપ્રદેશ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ, ૨૦૨૧ હેઠળ ગુનો નોંધીને અગાઉ જ ચાર્જશીટ દાખલ કરી દીધી છે.
આ સમગ્ર વિવાદની પૃષ્ઠભૂમિ અંગે વાત કરીએ તો, મે ૨૦૨૩માં શાળામાં હિન્દુ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા, ફરજિયાત પ્રાર્થના કરવા અને ઉર્દૂ ભાષા ભણવા માટે મજબૂર કરવાના તેમજ સ્કૂલ પરિસરમાં તિલક અને પવિત્ર દોરો પહેરવા પર પ્રતિબંધ મૂકવાના વિવાદાસ્પદ પોસ્ટરો અને ફરિયાદો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે કડક તપાસના આદેશ આપ્યા હતા, જેને લઈને સમગ્ર રાજ્યમાં ભારે રોષ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
કોર્ટના આ કડક ર્નિણય બાદ હવે આ કેસમાં કાયદેસરની ટ્રાયલ અને પુરાવાઓના આધારે આરોપીઓની સત્યતા નક્કી કરવામાં આવશે, જ્યારે અદાલતના આ પગલાથી પીડિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ન્યાય મળવાની આશા વધુ પ્રબળ બની છે તથા શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક તટસ્થતા જાળવી રાખવા અંગેના નિયમોનું કડક પાલન કરાવવાનો સંદેશો પણ સમગ્ર રાજ્યમાં ગયો છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
