તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
બંગાળની ખાડીમાં ‘અર્નબ’નો ખતરો: ૨૮મીએ આંધ્રના બાપટલા–વિશાખાપટ્ટનમ વચ્ચે ત્રાટકવાની શક્યતા
વાવાઝોડું વધુ શક્તિશાળી બનવાની આગાહી: પવનના ઝાપટાં કલાકના ૧૪૦ કિમી સુધી પહોંચી શકે; આંધ્ર–ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી

નવી દિલ્હી, તા. ૨૫: બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ૨૬ ઑક્ટોબરે ચક્રવાતી તોફાન અને ત્યારબાદ વધુ શક્તિશાળી બનવાની શક્યતા છે. ૨૮મીએ બપોર પહેલાં આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠે વાવાઝોડું પસાર થવાનો અંદાજ છે. દરિયામાં માછીમારી માટે વિસ્તારવાર ચેતવણીઓ અપાઈ છે.
બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલ હવામાન પ્રણાલીને પગલે પૂર્વ કાંઠાના રાજ્યોમાં સતર્કતા વધારવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આ પ્રણાલી આગામી દિવસોમાં વધુ શક્તિશાળી બની આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે દરિયાકાંઠો ઓળંગી શકે છે. કાંઠે પહોંચતી વખતે પવનની સતત ઝડપ કલાકના ૧૧૫થી ૧૨૫ કિલોમીટર તથા ઝાપટાંની ઝડપ ૧૪૦ કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે. આ આગાહી છે; વાસ્તવિક માર્ગ, સમય અને તીવ્રતામાં ફેરફાર થઈ શકે છે.
૨૫થી ૨૯ ઑક્ટોબરનો સંભવિત ઘટનાક્રમ
આજે રવિવાર, ૨૫ ઑક્ટોબરે દબાણક્ષેત્ર વધુ ગાઢ બની પહેલાં લગભગ દક્ષિણ તરફ અને ત્યારબાદ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ વળવાની આગાહી છે.
સોમવાર, ૨૬મીએ સવારે તે પૂર્વ-મધ્ય અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળના ઉપસાગરમાં ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે.
મંગળવાર, ૨૭મીએ સવારે તેની તીવ્રતા વધીને ગંભીર ચક્રવાતી તોફાન થવાનો અંદાજ છે.
બુધવાર, ૨૮મીએ પ્રણાલી વધુ શક્તિશાળી બની આંધ્રપ્રદેશના કાંઠે પહોંચવાની તથા બપોર પહેલાં બાપટલા–વિશાખાપટ્ટનમ વચ્ચે સિવીયર સાઇક્લોનીક સ્ટોર્મ - અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન તરીકે ત્રાટકવાની શક્યતા છે. ત્યારબાદ પવનનું જોર ઘટવાની આગાહી છે.
ગુરુવાર, ૨૯મીએ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં વરસાદની સ્થિતિ ઉપર નજર રાખવી જરૂરી રહેશે; ઓડિશામાં તે દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
*આંધ્ર–ઓડિશામાં વરસાદનો ખતરો, તામિલનાડુમાં પણ સાવચેતી*
આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ૨૭ અને ૨૮ ઑક્ટોબરે તથા ઓડિશામાં ૨૮મીએ છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની શક્યતા છે.
ઓડિશામાં ૨૭ અને ૨૯મીએ ભારેતી અતિભારે વરસાદ પડી શકે છે.
તામિલનાડુ, પુડુચેરી અને કેરળના કેટલાક વિસ્તારો માટે પણ ભારે વરસાદની આગાહી છે, જોકે બંગાળની ખાડીની પ્રણાલીનો અનુમાનિત મુખ્ય માર્ગ આંધ્રપ્રદેશ તરફ છે.
ઓડિશા સરકારે સંભવિત અસરની સમીક્ષા કરીને વિભાગોને તૈયારીની જવાબદારી સોંપી છે
અહીં આજે સવારની લેટેસ્ટ ઇનસેટ તસ્વીર આપી છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
