તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
દાઉદી વ્હોર સમાજના ધર્મગુરૂના નાનાભાઇનું મુંબઇમાં અવસાન

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણઃ ર૧, દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ (સર્વોચ્ચધર્મગરૂ) નામદાર ડો. સૈયદના અબુ જાફરુસ્સાદિક આલિક્દર મુફ્દલ સૈફુદ્દીન સાહેબના ૭૪ વર્ષીય નાના ભાઈ ઈદ્રિસભાઈ સાહેબની આજે મુંબઈમાં વફાત થયાના સમાચાર વ્હોરા સમાજમાં વાયુવેગે પ્રસરતાં ગામેગામ શોકભીની લાગણી ફેલાઈ હતી.
યુવાવયથી પોતાના પિતા ભાઈઓ અને પરિવારના પગલે ચાલીને સમાજના સામાજિક, સેવાકીય, ધાર્મિક,શૈક્ષણિક, વેપાર ક્ષેત્ર જેવાં અનેક કાર્યોમાં નોંધપાત્ર યોગદાન આપી જબરજસ્ત ફાળો આપનાર ઈદ્રિસભાઈ સાહેબની વફાતથી ડો. સૈયદના સાહેબ આજે કોઇમ્તુરનો પ્રવાસ ટૂંકાવી મુંબઈ આવ્યા હતા અને તેમના મરણની નમાજ પઢાવી ચર્નિરોડ કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી આ તકે દાવતના તમામ સાહેબો ઉપસ્થિત રહ્યા હતા તેમની વફાતથી દુનિયાભરના દાઉદી વ્હોરા સમાજએ એક સારા અને સાચા માર્ગદર્શક ગુમાવ્યા હોય એવો વસવસો વ્યક્ત કર્યો હતો.(
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
