તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
યુએસ એરફોર્સે તેહરાન સહિત ઈરાનના અનેક મહત્ત્વપૂર્ણ ઠેકાણાઓ પર ભારે એરસ્ટ્રાઈક કરી
નેતન્યાહુ-ઝેલેન્સ્કી સાથે મુલાકાતના બીજા દિવસે જ અમેરિકા ઈરાન ઉપર ફરી તૂટી પડયું

વોશિગટન તા.૩૦: મિડલ ઈસ્ટમાં સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. જોર્ડન સ્થિત અમેરિકન સૈન્ય બેઝ પર ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાન પર કડક કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)ની પુષ્ટિ મુજબ, યુએસ એરફોર્સે તેહરાન સહિત ઈરાનના અનેક મહત્ત્વપૂર્ણ ઠેકાણાઓ પર ભારે એરસ્ટ્રાઈક કરી છે.
ટ્રમ્પની કડક ચેતવણીઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આકરી પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે, અમેરિકન સૈનિકો પર કોઈ પણ હુમલો બિલકુલ બર્દાશ્ત કરવામાં આવશે નહીં, અમે તેમને ખૂબ જ બૂરી રીતે મારીશું. આ સાથે જ તેમણે ઈરાન સમર્થિત આતંકી જૂથોને વિશ્વ માટે કેન્સર સમાન ગણાવ્યા હતા. અમેરિકન જહાજ પર હુમલોઃ આ યુદ્ધ હવે નવા ઉર્જા કેન્દ્રો સુધી વિસ્તરી રહ્યું છે. બુધવારે ઈજિપ્તના દમિયેટા બંદર પર અમેરિકન માલિકીના અને લિક્વિડ નેચરલ ગેસ (એલએનજી) થી ભરેલા જહાજ એનર્ગોસ વિન્ટર પર માલ ઉતારતી વખતે ડ્રોન હુમલો થયો હતો. યુકેની દરિયાઈ સુરક્ષા કંપની એમ્બ્રેના જણાવ્યા અનુસાર આ હુમલાને કારણે જહાજમાં મોટો વિસ્ફોટ થયો હતો.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
