તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
કંપનીઓ માટે રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા લંબાવાઇ

નવી દિલ્હી,તા.૨૭: કોર્પોરેટ બાબતોના મંત્રાલયે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કંપનીઓને તેમના વાર્ષિક ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટ્સ ફાઇલ કરવાની સમયમર્યાદા ૩૧ ડિસેમ્બર સુધી લંબાવી છે. એક પરિપત્ર મુજબ, આ ઉપરાંત કંપનીઓ મંત્રાલયને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી તેમના વાર્ષિક રિટર્ન જમા કરાવી શકશે.
MCA ૨૧ પોર્ટલ મારફતે વાર્ષિક ફાઇલિગ સબમિટ કરવામાં કંપનીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને પગલે વિવિધ રજૂઆતો મળ્યા બાદ આ સમયમર્યાદા લંબાવવામાં આવી છે. પરિપત્ર અનુસાર, મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રાપ્ત થયેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને અને કંપનીઓ તેમનું વાર્ષિક વૈધાનિક ફાઇલિગ પૂર્ણ કરી શકે તે માટે કોઈ વધારાની ફી ચૂકવ્યા વિના સમયમર્યાદા લંબાવવામાં આવી છે. સામાન્ય રીતે, વાર્ષિક સામાન્ય સભા (AGM) પૂર્ણ થયાના ૩૦ દિવસની અંદર વાર્ષિક નાણાકીય પત્રકો સબમિટ કરવાના હોય છે અને વાર્ષિક રિટર્ન માટે આ સમયગાળો ૬૦ દિવસનો હોય છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
