તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
પાકિસ્તાનના લાસબેલામાં સેનાના કાફલા પર ઘાતક હુમલો :વાહન વિસ્ફોટમાં ભસ્મીભૂત થતા 23 થી વધુ જવાનોના મોત
ફ્રન્ટિયર ફોર્સના 15 વાહનો પૈકી એક વાહન વિસ્ફોટ:કરાચી-ક્વેટા હાઈવે બંધ કરી સેનાએ સંવેદનશીલ કશારી પંથકમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું

પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાંથી સુરક્ષા દળો પર સૌથી મોટા હુમલાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. આ ઘાતક ઘટનામાં લાસબેલા જિલ્લાના N-25 નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા પાકિસ્તાની સૈન્ય કાફલાને શક્તિશાળી વિસ્ફોટથી ઉડાવી દેવાયો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર આ હુમલામાં 23 થી વધુ સૈનિકો માર્યા ગયા છે અને અનેક ગંભીર રીતે ઘાયલ થયા છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ભીષણ ઘટના લાસબેલા જિલ્લા હેઠળ આવતા કશારી વિસ્તારમાં બની હતી. ત્યાંથી પાકિસ્તાની ફ્રન્ટિયર ફોર્સ (FC) ના આશરે 15 સશસ્ત્ર વાહનોનો કાફલો નિયમિત સુરક્ષા પેટ્રોલીંગ અને ટ્રાન્સપોર્ટેશન હેઠળ પસાર થઈ રહ્યો હતો.
અગાઉથી ગોઠવાયેલા પ્રચંડ વિસ્ફોટક પ્લાન્ટ દ્વારા આ ચાલતા કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. સુરક્ષા જવાનો કશું સમજે તે પહેલાં જ કાફલાનું એક અગ્રણી સુરક્ષા વાહન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલા બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. હુમલામાં પ્રભાવિત થયેલા વાહનમાં સવાર મોટાભાગના જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
જોકે પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ISPR દ્વારા હજુ સુધી સત્તાવાર મૃત્યુઆંક અંગે વિગતવાર જાહેર પ્રેસ રિલીઝ જારી કરાઈ નથી, જેથી મૃત્યુઆંકમાં વધઘટ થવાની શક્યતા નકારી શકાય નહીં.
જે હાઈવે પર આ હુમલો થયો તે N-25 રાષ્ટ્રીય ધોરીમાર્ગ બલૂચિસ્તાન પ્રાંતની આર્થિક અને સૈન્ય ધોરીનસ ગણાય છે. આ હાઈવે દેશના સૌથી મોટા ઔદ્યોગિક કેન્દ્ર કરાચીને બલૂચિસ્તાનની રાજધાની ક્વેટા સાથે સીધો જોડે છે.
લાસબેલો વિસ્તાર કરાચીની સરહદથી અત્યંત નજીક આવેલો છે. આ માર્ગ દરિયાકાંઠાના વિસ્તારો અને પશ્ચિમ બલૂચિસ્તાનને સી-પોર્ટ સાથે જોડતો હોવાથી અહીં સેનાની અવરજવર ખૂબ રહે છે. હુમલા બાદ સુરક્ષા કારણોસર આ સમગ્ર નેશનલ હાઈવે તાત્કાલિક ધોરણે બ્લોક કરી દેવાયો છે અને આસપાસના પહાડી વિસ્તારોમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
