તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
કર્મચારીના પિતાના મૃત્યુ પર કંપનીએ ૧ મહિનાની રજા અને હોસ્પિટલનો ખર્ચ ઉઠાવીને દિલ જીતી લીધું
બેન્ગલોરના એક ઓન્ટ્રપ્રનરે તેની બહેન જ્યાં જોબ કરે છે એ કંપનીના વખાણ કરતો એક કિસ્સો શેર કર્યો

કોઈમ્બતુર તા.૧૭: કોઈ કર્મચારીના અંગત જીવનમાં મુશ્કેલી હોય ત્યારે કંપની એ સમજે એવું ભાગ્યે જ બને છે. કંપની હંમેશાં પોતાના નિયમોને જ ફોલો કરતી હોય છે. અંગત સમસ્યાની સાથે કર્મચારીને ઑફિસના કામની પણ ચિતા કરવી પડે છે, જોકે બેન્ગલોરના એક ઑન્ટ્રપ્રનરે તેની બહેન જ્યાં જોબ કરે છે એ કંપનીના વખાણ કરતો એક કિસ્સો શેર કર્યો હતો. એ કંપનીમાં કામ કરતી એક છોકરીના પિતા અચાનક ગંભીર માંદગીમાં પટકાયા તો કંપનીના કર્મચારીઓએ ભેગા મળીને તેને આર્થિક મદદ કરી. એમ છતાં તેના પિતા બચી ન શક્યા. આ ઇમોશનલ આઘાતને જીરવવા માટે કંપનીએ તેને મોકળાશ આપી. તરત જ કામે ચડી જવાના ઑર્ડરને બદલે તેને જ્યારે ઠીક લાગે ત્યારે જોઇન કરવાની મોકળાશ આપી. એ છોકરી એક મહિના સુધી તેના પરિવાર સાથે રહીન. અચાનક પરિવાર પર આવેલા વજ્રાઘાતની કળ વળ્યા પછી તેણે નોકરી જોઇન કરી હતી. પેલા ભાઈએ આ કંપનીનું નામ તો ન કહ્યું પરંતુ એ કોઇમ્બતુરની ટ્રેડિશનલ કંપની છે અને ૫૦ વર્ષથી જૂની છે અને દુનિયાના ૪૦ દેશોમાં સામાન એક્સપોર્ટ કરે છે એવી સ્પષ્ટતા કરી હતી
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
