તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
કોલકાતામાં દુર્ગાપૂજા પંડાલની નાસભાગમાં મૃત્યુઆંક ૧૯ થયો: આયોજકો સહિત સાતની ધરપકડ
સાંકડા દરવાજા અને અપૂરતા પ્રકાશ વચ્ચે ભીડ બેકાબૂ બની: તમામ કાર્યક્રમો રદ કરીને અમિતભાઈ ઘાયલોને મળ્યા, મૃતકોના પરિવારોને રૂપિયા ૨૫ લાખની સહાય

કોલકાતાઃ ચોરબાગાન દુર્ગાપૂજા પંડાલમાં શનિવારે સાંજે સર્જાયેલી નાસભાગનો મૃત્યુઆંક ૧૯ થયો છે. વરસાદ વચ્ચે ઉમટેલી ભીડ, સાંકડા પ્રવેશ-નિકાસ માર્ગો અને અપૂરતા પ્રકાશ અંગે પ્રત્યક્ષદર્શીઓએ સવાલ ઉઠાવ્યા છે. ભીડ નિયંત્રણની વ્યવસ્થાની તપાસ ચાલી રહી છે. પોલીસે પ્રારંભે ૧૪ લોકોને પૂછપરછ માટે અટક મા લીધા બાદ આયોજકો અને સુરક્ષાકર્મીઓ સહિત સાતની ધરપકડ કરી છે.
દુર્ઘટનાને પગલે ગૃહમંત્રી અમિતભાઈ શાહના નિર્ધારિત કાર્યક્રમો મુલતવી રખાયા હતા. તેમણે હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારોને રૂપિયા ૨૫ લાખની સહાય જાહેર કરી છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
