<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

ન્યૂયોર્કમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં મૃત્યુઆંક ૮ થયો : ૧૭ લોકોને ઈજા, કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવા બચાવ કામગીરી

બ્રુકલિનમાં બાજુના બાંધકામ માટે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે દુર્ઘટના : ૨૫૦ જેટલા બચાવકર્મીઓ અને ફાયર વિભાગની ટીમો કાર્યરત

ન્યૂયોર્ક  : અમેરિકાના ન્યૂયોર્ક શહેરના બ્રુકલિન વિસ્તારમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થવાની ભયાનક દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને આઠ થયો છે, જ્યારે ઓછામાં ઓછા ૧૭ વ્યક્તિઓને ઈજા પહોંચી છે. બુધવારે બપોરે ફ્લેટબુશ એવન્યુ વિસ્તારમાં આવેલી રહેણાંક તથા વ્યાપારી ઉપયોગની ઇમારત અચાનક બાજુમાં ખોદવામાં આવેલા મોટા ખાડામાં ધસી પડી હતી. ઘટનાસ્થળે ભારે અફરાતફરી સર્જાઈ હતી. આશરે ૨૫૦ બચાવકર્મીઓ, પોલીસ તથા ફાયર વિભાગની ટીમોએ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. શોધખોળ માટે ખાસ તાલીમ પામેલા શ્વાન અને આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક ગર્ભવતી મહિલાને પણ કાટમાળમાંથી બચાવવામાં આવી હતી. શહેરના મેયર ઝોહરાન મમદાનીએ મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. બાજુના પ્લોટમાં ચાલતું ખોદકામ દુર્ઘટનાનું કારણ બન્યું હતું કે નહીં તે અંગે તપાસ હાથ ધરાઈ છે. અગાઉ બાંધકામમાં નિયમભંગ બદલ કાર્યવાહી થયેલી હોવાનું પણ સામે આવ્યું છે. 

(8:05 PM IST)