<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

મધ્ય પ્રદેશના જબલપુર નજીક બરગી ડેમમાં થયેલી ક્રુઝ દુર્ઘટનામા મૃત્યુઆંક વધીને 6 થયો: હજુ 9 લોકો લાપતા

દુર્ઘટના સમયે ક્રુઝમાં કુલ 31 લોકો સવાર હતા, જેમાંથી 22 લોકોને બચાવી લેવાયા : લાપતા લોકોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઑપરેશન સતત ચાલુ

મધ્ય પ્રદેશના જબલપુર નજીક આવેલા બરગી ડેમમાં થયેલી ક્રુઝ દુર્ઘટનાએ ચિંતા ફેલાવી છે. પર્યટકોથી ભરેલી ક્રુઝ ગઇકાલે ડેમના પાણીમાં ડૂબી જતા અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે હજુ પણ 9 લોકો લાપતા હોવાનું જણાવવામાં આવે છે. દુર્ઘટના સમયે ક્રુઝમાં કુલ 31 લોકો સવાર હતા, જેમાંથી 22 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. લાપતા લોકોની શોધખોળ માટે રેસ્ક્યૂ ઑપરેશન સતત ચાલુ છે. આ ક્રુઝનું સંચાલન મધ્ય પ્રદેશ પર્યટન નિગમ દ્વારા કરવામાં આવે છે

(1:04 PM IST)