તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધનના વિરોધ પ્રદર્શનથી દિલ્હી થંભી ગયું: ૫,૦૦૦ થી વધુ મુસાફરો ટ્રેન ચૂક્યા
નવી દિલ્હીમાં ૩ કલાક સુધી ચક્કાજામ, મિન્ટો બ્રિજ અને સ્ટેશન માર્ગો પર ટ્રાફિક ઠપ્પ : રાજધાની, વંદે ભારત અને લોકલ ટ્રેનોના મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા

નવી દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસના નેતૃત્વ હેઠળના 'ઇન્ડિયા' ગઠબંધન દ્વારા દિલ્હીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનને કારણે ગુરુવારે રાજધાનીમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વિરોધ પક્ષોના આ સતત વિરોધ પ્રદર્શન અને રસ્તાઓ પરના ચક્કાજામના કારણે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન તરફ જતા ૫,૦૦૦ થી વધુ મુસાફરો પોતાની ટ્રેન ચૂકી ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. કનોટ પ્લેસ, મિન્ટો બ્રિજ અને રાજઘાટ તરફ જતા મુખ્ય માર્ગો આશરે ત્રણ કલાક સુધી સંપૂર્ણપણે અવરોધાયેલા રહેતાં ભારે અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર, બપોરે ૧૨ વાગ્યા પછી વિપક્ષી નેતાઓ અને સાંસદોનો કાફલો કનોટ પ્લેસ ખાતે લંચ કર્યા બાદ રાજઘાટ તરફ આગળ વધ્યો હતો. નવી દિલ્હી રેલ્વે સ્ટેશનને જોડતા અતિ મહત્વના એવા મિન્ટો બ્રિજ વિસ્તારમાં વિરોધ પ્રદર્શનના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પરિણામે સમયસર સ્ટેશન ન પહોંચી શકવાના કારણે ડિબ્રુગઢ રાજધાની, મુંબઈ રાજધાની, વંદે ભારત એક્સપ્રેસ તેમજ અનેક લોકલ ટ્રેનોના પ્રવાસીઓની મુસાફરી રદ થઈ હતી. એટલું જ નહીં, IRCTC ના કેટલાક ગ્રુપ બુકિંગ પણ રદ કરવાની ફરજ પડી હતી, જેનાથી સામાન્ય જનતાને ભારે આર્થિક અને માનસિક અસુવિધા ભોગવવી પડી હતી.
નોંધનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષનું આ આક્રમક આંદોલન ૨ ઓક્ટોબરથી સતત ચાલી રહ્યું છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વિપક્ષી નેતાઓના નેતૃત્વમાં ચાલી રહેલા આ પ્રદર્શનના ત્રીજા દિવસે પણ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. અગાઉ ૬ ઓક્ટોબરે આકાશવાણી ભવન ખાતે અને બુધવારે જંતર-મંતર તરફ કૂચ કરતી વખતે પોલીસ અને વિપક્ષી નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે સરકાર તેમને શાંતિપૂર્ણ વિરોધ કરતા અટકાવી રહી છે, જ્યારે બીજી તરફ દિલ્હીમાં આંદોલનને કારણે સર્જાયેલા ભારે જામથી મુસાફરો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
