તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th May 2026
કેન્દ્ર સરકાર દ્વારા જમીન તાત્કાલિક ખાલી કરવાની નોટિસ સામે દિલ્હી જીમખાના ક્લબે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા: આજે મહત્વપૂર્ણ સુનાવણી
લ્યુટિયન્સ દિલ્હીમાં આવેલી ૨૭.૩ એકરની ઐતિહાસિક જગ્યા ખાલી કરવા સરકારે આદેશ આપતા સભ્યોમાં ભારે રોષ, સંરક્ષણનું કારણ આપી જબરદસ્તી કબ્જો મેળવવાનો આરોપ

નવી દિલ્હી: ઐતિહાસિક અને અત્યંત જાણીતા દિલ્હી જીમ ખાના ક્લબનો વિવાદ હવે દિલ્હી હાઇકોર્ટમાં પહોંચ્યો છે. કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયે સંરક્ષણ અને સુરક્ષાના કારણો આગળ ધરીને સફદરજંગ રોડ પર આવેલી ૨૭.૩ એકર જમીન તાત્કાલિક ખાલી કરવા માટે નોટિસ ફટકારી હતી.
સરકારના આ આદેશ સામે ક્લબના સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને વડી અદાલતમાં તાત્કાલિક અરજી દાખલ કરી છે. ક્લબની રજૂઆત છે કે સરકાર કોઈપણ પ્રકારના વળતર કે કાયદાકીય પ્રક્રિયા વિના જબરદસ્તીથી આ ઐતિહાસિક જગ્યા પર કબ્જો જમાવવા માંગે છે.
સિનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ અદાલતને મામલાની ગંભીરતા સમજાવતા કોર્ટે આજે આ કેસની તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરી છે, જેના પર હવે સૌની નજર મંડાયેલી છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
