News of Tuesday, 27th October 2026
દિલ્હી હાઈકોર્ટે રેસ કોર્સ મસ્જિદ કેસમાં કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો.
પોલો ગ્રાઉન્ડ સંકુલમાં આવેલી રેસ કોર્સ મસ્જિદને તોડી પાડવાથી બચાવવા માટે એક વ્યક્તિ દ્વારા અરજી દાખલ

નવી દિલ્હી :જયપુર પોલો ગ્રાઉન્ડ સંકુલમાં આવેલી રેસ કોર્સ મસ્જિદને તોડી પાડવાથી બચાવવા માટે એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે . સૈયદ અહેમદ સઈદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં મસ્જિદના પ્રવેશદ્વારને પુનઃસ્થાપિત કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ન્યાયાધીશ અનિશ દયાલે નોટિસ જારી કરી અને કેન્દ્ર સરકારના વકીલને ગુરુવારે સૂચનાઓ સાથે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે .
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
