તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર માંઝાનો કહેર: પતંગની દોરીથી ગળું કપાઈ જતાં એક બાઇકરનું મોત
બાઇકર, 27 વર્ષીય વિકાસના ગળામાં પતંગની દોરીમાં ફસાઈ જવાથી રસ્તા પર પડી ગયો અને ગળામાં ગંભીર ઈજાઓ બાદ હોસ્પિટલમાં પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

નવી દિલ્હી :દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પતંગની દોરીથી ગળું કપાઈ જતાં એક બાઇકરનું મોત થયું છે , દિલ્હીના શાહીન બાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આ દુ:ખદ અકસ્માત થયો હતો બાઇકર, 27 વર્ષીય વિકાસ, ગળામાં પતંગની દોરીમાં ફસાઈ ગયો હતો , ફસાઈ જવાથી સવાર રસ્તા પર પડી ગયો અને તેને ગળામાં ગંભીર ઈજાઓ થઈ હતી વિકાસને બેભાન અવસ્થામાં એમ્બ્યુલન્સ દ્વારા એઈમ્સ ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો હતો હોસ્પિટલમાં પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો .
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
