<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

દિલ્હીમાં નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી

નૌકાદળના વડાએ રાષ્ટ્રપતિને ભારતીય દરિયાઈ સરહદોની સુરક્ષા વ્યવસ્થા, નૌકાદળની પ્રવર્તમાન સજ્જતા અને આધુનિકીકરણના વિવિધ પ્રોજેક્ટ્સ અંગે માહિતગાર કર્યા

નવી દિલ્હી :ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર દ્રૌપદી મુર્મુ સાથે ઔપચારિક મુલાકાત કરી હતી. આ મહત્વની બેઠક દરમિયાન નૌકાદળના વડાએ રાષ્ટ્રપતિને ભારતીય દરિયાઈ સરહદોની સુરક્ષા વ્યવસ્થા, નૌકાદળની પ્રવર્તમાન સજ્જતા અને આધુનિકીકરણના વિવિધ પ્રોજેક્ટ્સ અંગે માહિતગાર કર્યા હોવાનું માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા સત્તાવાર રીતે આ મુલાકાતની તસવીરો શેર કરવામાં આવી છે.

(12:46 AM IST)