<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

દિલ્હી પોલીસ કોન્સ્ટેબલે પત્નીની હત્યા બાદ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી

આરોપીએ પૂર્વ દિલ્હીના કલ્યાણપુરી વિસ્તારમાં તેની પત્નીની હત્યા કરી હતી:આ ઘટના બાદથી તે ફરાર હતો.

નવી દિલ્હી : દિલ્હીથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે , દિલ્હી પોલીસ કોન્સ્ટેબલે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આરોપીએ પૂર્વ દિલ્હીના કલ્યાણપુરી વિસ્તારમાં તેની પત્નીની હત્યા કરી હતી અને આ ઘટના બાદથી તે ફરાર હતો. પોલીસે પૂર્વ દિલ્હીના મયુર વિહાર નજીક એક પાર્કમાં આરોપી કોન્સ્ટેબલ મનીષ ભાતીનો મૃતદેહ મળ્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

(9:02 PM IST)