તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
દિલ્હી SIR પ્રક્રિયા વચ્ચે કેજરીવાલથી લઈને અડવાણી,એસ. જયશંકર, જગદીપ ધનખડ અને રેખા ગુપ્તા સહિત 33 લાખ મતદારોને નોટિસ
કુલ આશરે 33.13 લાખ મતદારોને વિગતોમાં તફાવતને કારણે વેરિફિકેશન નોટીસ અપાઈ :ચૂંટણી અધિકારીઓએ કહ્યું- નોટિસ મળવી એટલે નામ મતદારયાદીમાંથી આપમેળે દૂર થવું નહીં

નવી દિલ્હી :દિલ્હીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચૂંટણી અધિકારીઓ તરફથી મળેલી નોટિસને લઈને રાજકીય ચર્ચા તેજ બની હતી. AAP અને BJP વચ્ચે પણ આ મુદ્દે આરોપ-પ્રત્યારોપ જોવા મળ્યા. જોકે SIR હેઠળ નોટિસ માત્ર કેજરીવાલ અથવા મનીષ સિસોદિયાને મળી નથી. પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, વિદેશમંત્રી એસ. જયશંકર, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ભાજપ ધારાસભ્ય કૈલાશ ગેહલોત સહિત અનેક જાણીતા નામ પણ આ પ્રક્રિયામાં સામે આવ્યા છે.
દિલ્હી CEOના અહેવાલ મુજબ, ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પડ્યા બાદ લાખો મતદારોને તેમની વિગતોમાં રહેલી વિસંગતિઓને કારણે નોટિસ આપવામાં આવી રહી છે. 20 સપ્ટેમ્બરના અહેવાલોમાં આ આંકડો આશરે 33.13 લાખ જણાવાયો હતો. મોટાભાગના કેસમાં હાલની વિગતો વર્ષ 2002ની છેલ્લી SIR મતદાર યાદી સાથે મેચ ન થવી મુખ્ય કારણ છે.
દિલ્હી ચીફ ઇલેક્ટોરલ ઓફિસર (CEO)એ સ્પષ્ટ કર્યું છે કે નોટિસ મળવાનો અર્થ મતદારનું નામ આપમેળે Voter Listમાંથી દૂર થશે એવો નથી. આ System Generated Notices છે, જે ECINETમાં વિગતો સુધારવા અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે મોકલવામાં આવી રહી છે. મતદારને પોતાની વાત રજૂ કરવાની તક આપ્યા વગર અને યોગ્ય આદેશ વિના નામ કાઢી શકાય નહીં.
98 વર્ષીય લાલકૃષ્ણ અડવાણી, તેમની પુત્રી પ્રતિભા અડવાણી અને પુત્રવધૂ ગીતિકાની વિગતો વર્ષ 2002ની SIR યાદી સાથે મેપિંગ ન થતાં તેમને નોટિસ આપવામાં આવી છે. તેમના પુત્ર જયંત અડવાણીએ મેપીંગ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આ પરિવાર નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના મતદારોમાં આવે છે.
વિદેશમંત્રી એસ. જયશંકર અને તેમના પત્ની પણ નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રના સુનેહરી બાગ વિસ્તારના મતદારો છે. તેમને પણ “Unmapped with Last SIR” કેટેગરી હેઠળ નોટિસ આપવામાં આવી છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમની પત્ની સુદેશને પણ નોટિસ આપવામાં આવી છે.
ચૂંટણી કમિશનર એસ.એસ. સંધુની જૂની અને હાલની વિગતોમાં નામનો તફાવત જોવા મળતાં તેમનું નામ પણ નોટિસ માટે ફ્લેગ કરવામાં આવ્યું હતું. જોકે તેમના દસ્તાવેજો અને વિગતોની ચકાસણી પૂર્ણ થયા બાદ તેમનીએન્ટ્રી માન્ય કરવામાં આવી છે અને ફાઇનલ ઇલેક્ટ્રોલ રોલમાં સમાવેશ માટે રાખવામાં આવી છે. તેમના પુત્ર દમનબીરને માતા-પિતાના નામમાં તફાવતના કારણે નોટિસ આપવામાં આવી હતી.
રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ અને તેમની પત્નીને પણ “Unmapped with Last SIR” શ્રેણીમાં નોટિસ મળી છે. સિબ્બલે આ સમગ્ર SIR પ્રક્રિયાની ટીકા કરી હતી અને ચૂંટણી પંચ સામે સવાલો ઉઠાવ્યા હતા. આ તેમની રાજકીય પ્રતિક્રિયા છે, જ્યારે ચૂંટણી અધિકારીઓનું કહેવું છે કે નોટિસ વિગતો સુધારવા માટેની Verification Processનો ભાગ છે.
નોટિસ મેળવનાર અથવા નોટિસ માટે Flag થયેલા અન્ય જાણીતા નામોમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી, પૂર્વ દિલ્હી ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પૂર્વ JNU કુલપતિ એમ. જગદીશ કુમાર, પૂર્વ દિલ્હી ઉપરાજ્યપાલ નજીબ જંગ, પૂર્વ NITI Aayog ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયા, SEBI ચેરમેન તુહિન કાંત પાંડે, પૂર્વ સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી અને CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો સમાવેશ થાય છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પણ વિગતોમાં તફાવતને કારણે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દસ્તાવેજોની ચકાસણી બાદ તેમની Entry Validate થઈ ગઈ છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારના સભ્યોને પણ SIR હેઠળ Verification Notice આપવામાં આવી છે. હાલ SIR પ્રક્રિયામાં નોટિસ મેળવનાર મતદારો જરૂરી દસ્તાવેજો Electoral Registration Officer અથવા Booth Level Officerને આપી પોતાની વિગતો Verify કરાવી શકે છે. ચૂંટણી અધિકારીઓ મુજબ અંતિમ નિર્ણય Verification પૂર્ણ થયા બાદ જ લેવાશે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
