<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

દિવાળી પહેલા જ દિલ્હીની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ: અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400ને પાર

હવામાં પ્રદૂષણનું સ્તર વધતાં તંત્ર દ્વારા GRAP-2 લાગૂ:ગુરુગ્રામમાં બાંધકામ સાઇટો બંધ કરાવાઈ:ઇમારતો તોડવાની કામગીરી સહિત બાંધકામ અને ખોદકામના તમામ પ્રોજેક્ટ્સ પર રોક

નવી દિલ્હી :દિવાળી પહેલા જ દિલ્હીની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ બની છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400ને પાર પહોંચતા પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની છે. હવામાં પ્રદૂષણનું સ્તર વધતાં તંત્ર દ્વારા GRAP-2 લાગૂ કરવામાં આવ્યું છે. ગુરુગ્રામમાં બાંધકામ સાઇટો બંધ કરાવી દેવામાં આવી છે, જ્યારે ઇમારતો તોડવાની કામગીરી સહિત બાંધકામ અને ખોદકામના તમામ પ્રોજેક્ટ્સ પર રોક લગાવવામાં આવી છે. આ ઉપરાંત સરકારી અને ખાનગી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે. નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

(1:14 PM IST)