તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 17th September 2026
મેવાડ રાજમાતાની વિદાયથી કચ્છ-મેવાડની ભવ્ય વિરાસત ઇતિહાસના પાને સમેટાઇ ગઇ

રાજકોટ,તા.૧૭: મહારાણા પ્રતાપનાં વંશજ અને શ્રીજી હુઝૂર શ્રી અરવિંદ સિંહજી મેવાડ ઓફ ઉદયપુરનાં જીવનસંગિની તથા કચ્છના મહારાવ શ્રી ફતેસિંહજીનાં કુંવરીબા રાજકુમારી એવાં આદરણીય રાજમાતા શ્રી વિજયરાજ કુમારી ઓફ મેવાડનાં સ્વધામ ગમનથી મેવાડ રાજઘરાનામાં શૂન્યવકાશ સર્જાયો છે તેમ જણાવીને રાજકોટ રાજ પરિવાર વતી શ્રધ્ધાંજલિ પાઠવતાં ઠાકોર શ્રી માંધાતાસિંહજી જાડેજાએ કહ્યું કે, ઉદયપુર ખાતેની મહારાણા મેવાડ પબ્લિક સ્કૂલનાં માધ્યમથી શૈક્ષણિક, સાંસ્કળતિક અને સામાજિક સેવાની જ્યોતને અખંડ રાખીને પોતાનું ઉત્કળષ્ટ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવનારાં તેમજ મહિલા સશક્તિકરણના પ્રખર હિમાયતી રાજમાતાની વિદાયથી કચ્છ અને મેવાડની સાંસ્કળતિક સંગમ સ્વરૂપ ભવ્ય વિરાસતનો અત્યંત જાજરમાન યુગ જાણે ઇતિહાસનાં પાનાં તરફ ગતિ કરી ગયો હોય તેવું અનુભવી રહ્યો છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ રાજ પરિવાર વતી ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા અને રાણી સાહેબ અ.સૌ. શ્રીમતી કાદમ્બરી દેવીજી મેવાડ રાજઘરાનાનાં સત્તાવાર રાજમહેલ ખાતે આદરણીય રાજમાતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અને શ્રીજી હુઝૂર શ્રી લક્ષ્યરાજ સિંહજી મેવાડને રૂબરૂ મળીને સાંત્વના પાઠવવા માટે ઉદયપુર જનાર છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
