તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
ગ્લાસગો ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય અને સ્કોટિશ નાગરિકો સાથે કોઈ પ્રોટોકોલ વિના યોગ કરી દિવસની શરૂઆત કરી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ અપાવી હોવાનો ઉલ્લેખ કરતા હર્ષ સંઘવીએ યોગને માનસિક શાંતિ અને શારીરિક સ્વાસ્થ્ય માટે ભારતની અનોખી ભેટ ગણાવી

ગાંધીનગર:સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે આયોજિત કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવસની શરૂઆત એક ખાસ અને પ્રેરણાદાયી યોગ સત્ર સાથે કરી હતી. ગ્લાસગો ખાતે આયોજિત આ વિશેષ યોગ શિબિરમાં સ્થાનિક સ્કોટિશ નાગરિકો તેમજ ત્યાં વસતા ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોઈપણ પ્રકારના વિશિષ્ટ વીઆઈપી પ્રોટોકોલ વિના સામાન્ય નાગરિકોની વચ્ચે બેસીને વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, યોગ એ ભારત તરફથી સમગ્ર વિશ્વને આપેલી અનોખી અને અત્યંત મૂલ્યવાન ભેટ છે, જે શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક શાંતિનો અદ્ભુત સમન્વય સાધે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે. સ્કોટલેન્ડના સ્થાનિક લોકો અને ભારતીય સમુદાયના નાગરિકોએ એકસાથે મળીને યોગ સાધના કરીને ભારત અને સ્કોટલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો, એકતા અને ભાઈચારાની સુંદર ભાવના પ્રદર્શિત કરી હતી.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
