<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ સ્ટેડિયમમાં જઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય એથ્લેટ્સનો ઉત્સાહ વધાર્યો : જુઓ વિડિયો

નીરજ ચોપડા સહિતના રમતવીરોને પ્રોત્સાહિત કરવા એકત્રિત થયેલા ભારતીય સમર્થકો સાથે નાયબ મુખ્યમંત્રીએ પણ કર્યું ચીયર-અપ : સ્ટેડિયમમાં પ્રેરણાદાયી માહોલ સર્જાયો

ગ્લાસગો: સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓનું મનોબળ અને ઉત્સાહ વધારવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્લાસગો સ્થિત સ્કોટ્સટાઉન સ્ટેડિયમની વિશેષ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત ભારતીય રમતપ્રેમીઓ અને સમર્થકો સાથે સીધો સંવાદ કર્યો હતો. સ્ટેડિયમમાં ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપડા સહિત દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલા તમામ ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે એકત્રિત થયેલા ભારતીય સમુદાય અને પ્રશંસકોનો ઉત્સાહ અદ્ભુત અને પ્રેરણાદાયી જોવા મળ્યો હતો.

નાયબ મુખ્યમંત્રીએ પણ સ્ટેડિયમમાં તમામ પ્રશંસકો અને રમતપ્રેમીઓ સાથે મળીને ભારતીય ખેલાડીઓનું ઉત્સાહભેર ચીયર-અપ કર્યું હતું. આ તકે તેમણે દેશનું નામ રોશન કરી રહેલા તમામ રમતવીરોને શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

(9:26 PM IST)