<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

બ્રિટનમાં એર ટ્રાફિક સિસ્‍ટમ ફેલઃ ૧ હજારથી વધુ ફલાઇટ્‍સ રદ

બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્‍ટમમાં સર્જાયેલી ગંભીર ટેકનિકલ ખામીને કારણે દેશભરમાં હવાઈ મુસાફરી સંપૂર્ણપણે ઠપ : એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ હજારો મુસાફરો કલાકો સુધી ફસાઈ રહેવા મજબૂર બન્‍યા

લંડન,તા.૦૯: બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્‍ટમમાં સર્જાયેલી ગંભીર ટેકનિકલ ખામીને કારણે દેશભરમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. ફલાઇટ મોનિટરિગ વેબસાઇટ Flightradar24 ના જણાવ્‍યા અનુસાર, સિસ્‍ટમ ફેલ થવાને કારણે ૧,૦૦૦ થી વધુ ફલાઇટ્‍સ રદ કરવી પડી છે, જેનાથી હવાઈ મુસાફરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.

નેશનલ એર ટ્રાફિક સર્વિસીસ દ્વારા ફલાઇટ પ્રોસેસિગ સિસ્‍ટમની સમસ્‍યાને ઠીક કરી દેવા છતાં, એરપોર્ટ પર ફસાયેલા વિમાનોના મોટા બેકલોગને કારણે હજુ પણ ભારે વિલંબ થઈ રહ્યો છે. આ મુશ્‍કેલીના કારણે બ્રિટિશ એરવેઝ, ઇઝીજેટ અને રાયનએર જેવી મોટી એરલાઇન્‍સ પ્રભાવિત થઈ છે, એટલું જ નહીં પરંતુ મુંબઈથી લંડન જતી એર ઇન્‍ડિયાની ફલાઇટને પણ ઝુરિચ ડાયવર્ટ કરવી પડી હતી.

મુસાફરોને એરપોર્ટ પર ભારે હાલાકીનો સામનો કરવો પડ્‍યો છે અને યુરોપની સૌથી મોટી એરલાઇન રાયનએરના જણાવ્‍યા મુજબ લાંબા વિલંબને કારણે ૬૫,૦૦૦ થી વધુ મુસાફરો પ્રભાવિત થયા છે. આ મામલે એરલાઇન કંપનીઓએ NATS વડાના રાજીનામાની માંગ કરી છે, જ્‍યારે યુકેના પરિવહન સચિવ હેઈડી એલેક્‍ઝાંડર (Heidi Alexander) એ મુસાફરોની માફી માંગીને ટેકનિકલ ખામીની ઉચ્‍ચસ્‍તરીય તપાસની ખાતરી આપી છે.

(10:11 AM IST)