<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

માત્ર 13 દિવસમાં જ વિકાસ વળચકે ચડ્યો :4700 કરોડના ખર્ચે કાનપુર-લખનઉ એલિવેટેડ એક્સપ્રેસવેનો ઘણો ભાગ બેસી ગયો

13 દિવસ પહેરલા ઉદ્ધઘાટિત થયેલો કાનપુર-લખનઉ એલિવેટેડ એક્સપ્રેસવેનાં કાનપુરથી લખનઉ જતા લેનમાં ઉન્નાવનાં કોરારી પાસે રોડની તિરાડો દેખાતા સ્થિતિ દયનીય બની

ઉત્તર પ્રદેશનાં ઉન્નાવ જીલ્લામાં ભારે વરસાદને કારણે 4700 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ કાનપુર-લખનઉ એલિવેટેડ એક્સપ્રેસવેનો ઘણો ભાગ ઉદ્ધાટનનાં માત્ર 13 દિવસ બાદ જ બેસી ગયો હોવાનું સામે આવ્યું. કાનપુર-લખનઉ એલિવેટેડ એક્સપ્રેસવેનું ઉદ્ધાટન 13 જુલાઈ એ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકરી અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું હતું.

કાનપુર-લખનઉ એલિવેટેડ એક્સપ્રેસવેનાં કાનપુરથી લખનઉ જતા લેનમાં ઉન્નાવનાં કોરારી પાસે માટી ધસવાને કારણે રોડની સ્થિતિ દયનીય બની છે. લાંબી લાઈનો બની ગઈ છે અને ત્યાં મોટાપ્રમાણમાં પાણી ભરાયું હતું. વીડિયો સામે આવ્યા બાદ નિર્માણ એજન્સી એ મેન્ટેનેન્સનું કામ હાથ ધર્યું હતું. વરસાદને કારણે ઘણાં સ્થળોએ રોડ પર તિરાડો પણ જોવા મળી હતી. એજન્સીએ રોડ ખરાબ થયો તે બાજુ પેચ વર્ક કર્યું હતું. કાનપુર-લખનઉ એલિવેટેડ એક્સપ્રેસવેનો વીડિયો સમાજવાદી પાર્ટી એ સોશિયલ મીડિયા પર શેર કરી લખ્યું કે- માત્ર 13 દિવસમાં જ આ એક્સપ્રેસવેની હાલત શું થઈ ગઈ છે એ જુઓ. જે ભ્રષ્ટાચાર અને ગુણવત્તાનું પ્રમાણ આપી રહ્યું છે.

ભાજપનાં ધારાસભ્ય એ વિપક્ષ પર નાની-નાની વાતો ઉઠાવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, કાનપુર-લખનઉ એલિવેટેડ એક્સપ્રેસવે પાછળ 4700 કરોડ જેટલી મોટી રકમનો ખર્ચ કરાયો છે. જેના કારણે લખનઉ અને કાનપુર વચ્ચેનું અંતર 35 થી 40 મિનિટમાં પૂર્ણ થઈ શકે છે. જે અગાઉ લગભગ 2-3 કલાકમાં પૂર્ણ થતો હતો. 

(8:05 PM IST)