હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 7th September 2026
બાગપતમાં શ્રદ્ધાળુઓની બસ ડિવાઇડર સાથે અથડાઈ પલટીઃ ચારનાં મોત, અનેક યાત્રિકો ઈજાગ્રસ્ત
રાજસ્થાનથી પરત ફરતી બસમાં ૩૨ મુસાફરોઃ પૂર્વીય પેરિફેરલ માર્ગ ઉપર મધરાતે સર્જાયો ગોઝારો અકસ્માત

બાગપત, તા. ૭ : ઉત્તરપ્રદેશના બાગપત જિલ્લામાં પૂર્વીય પેરિફેરલ માર્ગ ઉપર શ્રદ્ધાળુઓને લઈ જતી બસ ડિવાઇડર સાથે અથડાયા બાદ પલટી જતાં ચાર લોકોનાં મૃત્યુ થયાં અને અનેક મુસાફરો ઘાયલ થયા હતા.
બસમાં આશરે ૩૨ શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. બસ રાજસ્થાનના બાંગરથી ઉત્તરપ્રદેશના બદાયું તરફ જઈ રહી હતી ત્યારે બડાગાંવ કટ નજીક મધરાતે લગભગ સાડા બાર વાગ્યે અકસ્માત સર્જાયો હતો. જાણ થતાં પોલીસ અને બચાવદળ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.
ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત થઈ છે. પ્રાથમિક દૃષ્ટિએ બસ ચાલકે કાબૂ ગુમાવતા વાહન ડિવાઇડર સાથે અથડાઈ પલટી ગયું હોવાનું મનાય છે. વાહનની ગતિ અને અન્ય સંજોગોની તપાસ હાથ ધરવામાં આવી છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
