હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માઈભક્તે નવરાત્રિ દરમ્યાન શરીર પર ઉગાડયા જ્વારા
મંદિરમાં જ ચત્તાપાટ સૂઈ ગયાં છે અને શરીર પર ઘઉંના જ્વારા ઉગાડયા

ઝાંસી,તા.૨૧: મધ્ય પ્રદેશના ઝાંસીમાં બુખરા ગામના ગોરૈયા માતાના મંદિરમાં જાનકી દેવી નામનાં એક મહિલા નવરાત્રિ દરમ્યાન એક અનોખી સાધના કરી રહ્યાં છે. જાનકી દેવી મંદિરમાં જ ચત્તાપાટ સૂઈ ગયાં છે અને તેમણે પોતાના શરીર પર ઘઉંના જ્વારા ઉગાડ્યા છે. જાનકી દેવીનું કહેવું છે કે તેમને સપનામાં માતાજીએ દર્શન આપ્યાં હતાં એટલે તેમણે માતાજીની આકરી સાધના કરવાનો સંકલ્પ લીધો હતો. ગોરૈયા માતાજીના ભક્તોનાં દર્શને આવતા લોકોમાં જાનકી દેવી આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. તેમની આ અનોખી સાધના જોવા માટે આસપાસનાં ગામોમાંથી લોકો આવી રહ્યા છે. બુંદેલખંડ ક્ષેત્રમાં દેવીની આરાધનામાં જ્વારાની પરંપરા વિશેષ મહત્ત્વ ધરાવે છે. શરીર પર જ માટીના થર બનાવીને જાનકી દેવીએ જ્વારા બનાવ્યા છે અને રોજ એને પાણી આપવામાં આવે છે. જ્વારા માટેની માટીથી શરીર ખૂબ જ ઠંડું પડી જાય છે અને એ જ સાધનાનો ભાગ છે એવું મનાય છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
