તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
ખાટુશ્યામ-સાલાસર દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયોઃ પિકઅપ ટ્રક પાછળ ઘૂસતાં છનાં કરુણ મોત
હરિયાણાના કુંડલી-માનેસર-પલવલ માર્ગ ઉપર વહેલી સવારે ગમખ્વાર અકસ્માતઃ ત્રણ મહિલાઓ સહિત છ યાત્રાળુનાં મોત, ચૌદ ઘાયલ: ચાલકને ઝોકું આવી ગયાની આશંકાઃ ઉત્તર પ્રદેશના મૈનપુરીના શ્રદ્ધાળુઓ મથુરા-વૃંદાવન જતા હતા ત્યારે સર્જાઈ દુર્ઘટના

પલવલ: હરિયાણાના પલવલ જિલ્લામાં કુંડલી-માનેસર-પલવલ ધોરીમાર્ગ ઉપર મંગળવારે વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓનાં મોત થયા અને ૧૪ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.
શ્રદ્ધાળુઓ ભરેલી પિકઅપ રસ્તાની બાજુમાં ઊભેલી ટ્રકના પાછળના ભાગમાં ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પિકઅપનો આગળનો ભાગ કચડાઈ ગયો અને કેટલાક મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો, પોલીસ અને બચાવ કર્મચારીઓએ તેમને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
પોલીસને મળેલી પ્રાથમિક માહિતી પ્રમાણે તમામ શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના રહેવાસી હતા. તેઓ ધાર્મિક યાત્રા માટે નીકળ્યા હતા અને રાજસ્થાનમાં ખાટુશ્યામ મંદિર તથા સાલાસર બાલાજીના દર્શન કર્યા બાદ મથુરા-વૃંદાવન તરફ જઈ રહ્યા હતા. અકસ્માત વહેલી સવારે આશરે સાડા પાંચ વાગ્યે થયો હતો.
પ્રાથમિક તપાસમાં પિકઅપના ચાલકને ઊંઘનું ઝોકું આવી જતાં વાહન ઉપરથી નિયંત્રણ ગુમાવ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે. ઘાયલ લોકોને પલવલની જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
