તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 19th November 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૧૦૬

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
અષ્ટાવક કહે છેઃ વાસના બીજ છેઃ સંસાર વૃક્ષ છે. બીજને બાળી નાંખો વૃક્ષ સાથે લડો નહી. આ રીતે પ્રોઢતાને ઉપલબ્ધ થાઓ. માટે જ હું પણ કહું છું કે-સંસારમાંથી કાચા, અપરિપકવ રહી ને ભાગો નહી. બિનઅનુભવી રહીને ભાગો નહી. ભાગેડું ન બનો, પલાયવનવાદી ન બનો. જીવનની સધનતામાં ઊતરીને જ, જીવનને ચારેય બાજુથી અનુભવીને જ, તેની પાર જઇ શકશો. સજાગતાપૂર્વક સમગ્રતાથી ધનનીસ દોટમાં ઊતરીને જ તમે જાણશો કે કંઇ જ પ્રાપ્ત થતું નથી. સમગ્રતાથી મહત્વાકાંક્ષાને જીવીને જ તમે અનુભવશો કે તે માત્ર દઝાડે છે. મહાત્વાકાંક્ષા એક પ્રકારનો જવર છે, સન્નિપાત છે. જીવનને અનુભવ દ્વારા પરિપકવ થવા દો. જે દિવસે તમારા પોતાના જીવનનો અનુભવ તમને વ્યર્થતાનો બોધ કરાવશે. તે દિવસે વેરાગ્ય સહજતાથી સંભવશે. જે રીતે પાકેલુ ફળ, આપોઆપ ખરી પડે છે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
