<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૬૮

 

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

હું કહું છું- ભાગો નહી!

કારણ કે તમારૂ ભાગી જવું દર્શાવે છે કે- તમે નિર્બળ છોઃ તમે સંઘર્ષ કરી શકો તેમ નથી. તમે માનો છો કે-ધન તમને વશ કરી લેશે. પદ તમારો કબજો કરી લેશે. શરીર તમને ગુલામ કરી નાંખશે. આ સંસાર ખૂબ મોટો છે, વિરાટ છે.

આ સંસારની જંજાળ ખૂબ મજબુત છે, અને તમે નિર્બળ છો.

હુ કહું છુ- નહીં, સંસાર સાથે સંઘર્ષ  કરો.ગભરાઓ નહીં, ભયભીત ન થાઓ. આ સંસાર તમારાથી નાનો છે, અને આ મન તમારૂ ગુલામ છે. આ વાસનાઓ જેને તમે પ્રબળ માની લીધી છે, તે હકીકતમાં તેવી નથી.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:46 AM IST)