News of Monday, 29th June 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૬૯

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
જો એક ક્ષણ માટે પણ તમે હોશપૂર્ણ બનશો તો તમે અચાનક અનુભવશો- અરે! તમે જેને અત્યાર સુધી જીવન સમજતા હતા, તે તો એક સ્વપ્નમાત્ર છે, તેના પ્રત્યે તો તમે ધ્યાન આપ્યું નહીં, જોયું પણ નહી કાંકર-પથ્થરો ભેગા કરતા રહ્યા અને હીરા-ઝવેરાત એમ ને એમ પડી રહ્યા!
પ્રભુનું જે સામ્રાજય છે, જેને લઇને તમે જન્મયા હતાઃ તે તો એમનું એમ પડી રહ્યું તમે તો ક્ષુદ્રની પાછળ દોડતા રહ્યા. સાર્થકને ત્યજીને તમે વ્યર્થ પાછળ દોડતા રહ્યા. આત્માને ખોઇને તમે બની બેઠા માત્ર છાયા! હું તમને કહું છું- તમે તમારા સત્યની ઉદ્ઘોષણા કરો. તમે જેવા છો તેવા રૂપે જ સ્વયંને જાહેર કરો- ભલે તે દુઃખદ લાગ, કષ્ટપૂર્ણ લાગે, અપમાનજનક લાગે તોપણ ઘોષણા કરો. રૂપાંતરણ શરૂ થઇ જશે.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
