તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૭૨

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
સંસાર સાથે એક સંબંધ છે રાગનો, અને બીજો સંબંધ વિરાગનો. કોઇ ધન પાછળ પાગલ છે અને કોઇ ધનથી ભયભીત છે. કોઇના મનમાં બસ, ચાંદીના સિક્કાઓ જ ધૂમરાતા હોય છે. જયારે કોઇ ધનથી એટલા ભયભીત હોય છે કે તેમને જો સિક્કા બતાવે તો તેઓ ધ્રૂજવા લાગે છે. એવા પણ સંખ્યાસીઓ છે જેઓ પૈસાનો સ્પર્શ પણ કરતા નથી. તમે જો મંદિરમાં જાઓ, સાધુ-સંન્યાસીનો સત્સંગ કરો... સંન્યાસી, જેને હું સત્યાનાશી કહું છું અને જો તેમની વાતો સાંભળો તો તમે એક વાત નિヘતિરૂપે જોશો- તેઓ એ બધી વાતોની નિંદા કરે છે, જેમાં તમને રસ છે. જો તમને ધનમાં રસ હોય તો તેઓ ધનની નિંદા કરે છે. જો તમને કામવાસનામાં રસ હોય તો તેઓ કામવાસનાની નિંદા કરે છે. આ સમગ્ર પ્રયત્ન એક જ વાત દર્શાવે છે- કહેવાતા સંન્યાસીઅનો રસ વિપરીત થયો, રૂપાંતરિયા થયો નથી. રાગ, વિરાગ બન્યોઃ વિલીન થયો નથી. વીતરાગનો અર્થ છે- જયાં રાગ અને વિરાગ બને વિલીન થયા.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
