<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૭૩

 

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ   ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

મો. ૯૪ર૭ર પ૪ર૭૬

એક વિફળતા એવી છે, જે હારવાથી મળે છે. અને એક એવી પણ વિફળતા છે,  જે સફળતા દ્વારા મળે છે.

કોઇ વ્‍યકિત જયારે સફળ થાય છે ત્‍યારે અચાનક અનુભવે છે કે-સફળતા તો મળી પરંતુ હાથમાં તો માત્ર રાખ જ રહી.  એવી નિર્ધનતા પણ છે જે માત્ર ધન પ્રાપ્‍ત કર્યા બાદ જ અનુભવાય છે. સર્વ કંઇ પ્રાપ્‍ત કર્યા બાદ અચાનક લાગે છે કે બધું અસાર છે. દ્રાક્ષનો સ્‍વાદ લીધો અને જાણ્‍યું કે દ્રાક્ષ ખાટી છે. અને એમ પણ અનુભવ્‍યું  કે આ દ્રાક્ષ તો એવી છે જે ખોટી જ રહે છે, કયારેય પાકતી નથી.

હકીકતમાં તો આ સંસારની કોઇ પણ દ્રાક્ષ કયારેય પાકતી નથી ખાટી જ રહે છે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:00 AM IST)