તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૯૦

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
અષ્ટાવક કહે છેઃ
‘આ કર્યું અને આ ન કર્યું એવા દ્વંદ્વથી મન જયારે મુકત થાય છે ત્યારે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રત્યે ઉદાસીન બને છે.
આ અંતિમ ચરણ છે. વ્યકિત ધર્મ, અર્થ , કામ, મોક્ષથી મુકત થઇ જાય છે. પછી કોઇ જ વાત શેષ ન રહી. કરવા માટે હવે કંઇ જ ન રહ્યું. કોઇને ધન કમાવવું છે, કોઇને પુણ્ય મેળવવું છે, કોઇને કામવાસના તૃપ્ત કરવી છે, તો કોઇને સ્વર્ગનું સુખ લેવું છે. તો કોઇને મુકિતનું સુખ પ્રાપ્ત કરવું છે.
પરંતુ આ બધાની પાછળ કર્તાભાવ તો કાયમ જ રહે છે- ‘મારે કંઇક કરવું રહ્યું, મારા કર્યા વગર કંઇ જ નહીં વળે.'
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
