<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૯૧

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

હું તમને કહેવા માગું છું-

જીવન વિષવત છે તે વાત સાચી છે, પરંતુ સાથોસાથ એક બીજી વાત પણ કહેવા માગું છું: જે શાસ્‍ત્રોમાં લખી છે, વેદમાં પણ લખી છે.  અમૃતસ્‍થ પુત્રાઃ જીવન અમૃત છે.  નિヘતિ જીવન અને જીવનમાં કોઇ ભેદ હોવો જોઇએ. એક જીવન છે- જે તમે આંધળા થઇને જોયું. તે વિષવત છે. અને એક બીજું પણ જીવન છે- જે તમે આંખ ખોલીને જોશો તે અમૃત છે. તમારા અંતરમાં અમૃત છે, તમે જેની પ્‍યાસ સાથે જીવી રહ્યા છો. તે અમૃત તમારા અંતરમાં જ છુપાયેલું છે. જે ધન તમે શોધવા નીકળ્‍યા છો તે ધનના અંબાર તમારા અંતરમાં છે. સંપતિ તમારા અંતરમાં છે, બહાર તો વિપત્તિ છે. સંપદા અંતરમાં છે, બહાર વિપદા છે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:52 AM IST)