<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૯૩

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

અેક ભ્રાંતિ છે કે મૃત્‍યુ બધું છીનવી લેશે- ધન છીનવી લેશે, પદ છીનવી લેશે, યશ છીનવી લેશે.

જો તમે તમારા પદ, યશ અને ધનને જ તમારૂ  અસ્‍તિત્‍વ માનતા હશો તો મૃત્‍યુ સમયે તમારો ગભરાટ સ્‍વાભાવિક હશે. પરંતુ હકીકતમાં તમે આ સર્વથી પાર છો- પદની પાર, પ્રતિષ્‍ઠાની પાર, ધનની પાર..!

ધન-દોલતની પાર તમારૂ કંઇક અસ્‍તિત્‍વ છે. તેને ઓળખી લો, તેનો અનુભવ કરી લો. મૃત્‍યુ તેને નષ્‍ટ નહીં કરી શકે. જે વ્‍યકિતએ સ્‍વયંનો સાક્ષાત્‍કાર કરી લીધો તેની સમક્ષ મૃત્‍યુ પરાજિત થાય છે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:50 AM IST)