<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૧૦૩

 

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

જે કંઇ તમને પ્રાપ્‍ત થઇ જાય છે. તેમાંથી તમારો રસ ઊડી જાય છે.  ધનવાનને પૂછો-ધનમાં રસ છે? ગરીબને ધનમાં રસ છે, એ વાત સાચી હકીકતમાં તો ગરીબનો માત્ર એક જ રસ છે-ધન! ગરીબને હજુ ધન મળ્‍યું નથી, હજુ તેનું લક્ષ્ય દૂર છે.

રસ છે કયા?  વાસ્‍તવમાં તમે રસ અનુભવ્‍યો છે? રસતો ત્‍યારે જ અનુભવાય છે જયારે મન વિલીન થઇ જાય છે.  મન તો દરેક વસ્‍તુને વિરસ કરી નાંખે છે. રસ તો ત્‍યારે જ અનુભવાય છે, જયારે ધ્‍યાનનું પાત્ર તૈયાર થાય છે. રસ તો ‘દૃષ્‍ટિવાળાને' જ મળે છે. દૃષ્‍ટિ ખોલો-રસ માત્ર રસ જ છે. તે પરમ રસના તરંગો ચારે તરફ વહી રહ્યા છે. આ વૃક્ષોની લીલોતરીમાં, ચંદ્ર-તારાના પ્રકાશમાં, આ પક્ષીઓના કલરવમાં: રસના જ તરંગો વહી રહ્યા છે. રસો વૈ સઃ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:33 AM IST)