<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

ધન અને ધ્‍યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો ૧૦૪

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૪૦ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ 

જે વ્‍યકિત સ્‍વયં પર પહોંચે છે... તે ન તો અન્‍ય તરફ દોડે છે કે ન તો અન્‍યથી દુર ભાગે છે. ન ભાગો સ્‍ત્રી તરફ કે ન ભાગો સ્‍ત્રીથી.  ન દોડો ધન તરફ કે ન દોડો ધન છોડીને. ભાગો જ નહિ, દોડો જ નહીં.

તમે જયાં છો, જેવા છો, ત્‍યાં જ પરમાત્‍મા પૂર્ણપણે ઉપલબ્‍ધ  છે. દોડીને જશો કયાં? શું તમે એમ માનો છો કે બીજે કયાંક પરમાત્‍મા થોડો વધુ છે? જો એમ માનતા હો, તો તમે પાગલ છો.

એક વાત લક્ષમાં રાખજો, આ સંસાર તમારી આસપાસ છે, તમારામાં સ્‍થિત છે. અને તમે સંસારમાં સ્‍થિત છો.

જીવન જીવવાની એવી પણ એક શૈલી છે- ન તો તમે સંસારને સ્‍પર્શો કે ન તો સંસાર તમને સ્‍પર્શે. તમે સંસારમાંથી એ રીતે પસાર થઇ જાઓ.. અસ્‍પર્શિત, જલકમલવત્‌! જીવન જીવવાની એ શૈલીનું  નામ છે- સાક્ષીભાવ!

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(1:27 PM IST)