<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

પાકિસ્તાનમાં ‘ધુરંધર 3’ ફિલ્મનું એલાન: પાકિસ્તાની નેતા નબીલ ગબોલનો બોલિવૂડ દિગ્દર્શક આદિત્ય ધરને ખુલ્લો પડકાર

‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝીને લઈને ભારત-પાકિસ્તાન વચ્ચે નવો વિવાદ: પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા નબીલ ગબોલે ‘ધુરંધર 3’ બનાવવાની જાહેરાત કરી, કહ્યું - સાચી હકીકત દુનિયા સામે લાવીશું

મુંબઈ તા.૨: બોલિવૂડની ચર્ચિત ફિલ્મ સિરીઝ ‘ધુરંધર’ને લઈને હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે નવો વિવાદ સર્જાયો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા નબીલ ગબોલે પાકિસ્તાનમાં ‘ધુરંધર 3’ ફિલ્મ બનાવવાનું એલાન કરીને બોલિવૂડ દિગ્દર્શક આદિત્ય ધરને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ દિગ્દર્શક આદિત્ય ધરની ‘ધુરંધર’ સિરીઝની ફિલ્મોમાં પાકિસ્તાન સંબંધિત કેટલાક દ્રશ્યો અને વાર્તાને લઈને પાકિસ્તાનમાં નારાજગી છે. આ મુદ્દે પાકિસ્તાની નેતા નબીલ ગબોલે જણાવ્યું કે બોલિવૂડની ફિલ્મોમાં પાકિસ્તાનની છબી ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ‘ધુરંધર 3’ દ્વારા તેઓ દુનિયા સમક્ષ સાચી હકીકત લાવશે અને પાકિસ્તાનનો પક્ષ રજૂ કરશે.

 

નબીલ ગબોલે આદિત્ય ધરને પડકાર ફેંકતા કહ્યું કે જો હિંમત હોય તો સાચા તથ્યો પર ફિલ્મ બનાવે. તેમણે દાવો કર્યો કે પાકિસ્તાનમાં બનનારી ‘ધુરંધર 3’ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ધમાકો કરશે. આ જાહેરાત બાદ બોલિવૂડ અને પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

 

ઉલ્લેખનીય છે કે આદિત્ય ધરની ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ અને આગામી ‘ધુરંધર’ સિરીઝ દેશભક્તિ પર આધારિત છે. હવે પાકિસ્તાન તરફથી સમાંતર ફિલ્મ બનાવવાની જાહેરાતથી આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે.

(4:34 PM IST)