તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
અમેરિકામાં ડાયેરિયા અને ઓરીનો ભારે આતંક: અમેરિકી ડોક્ટરોએ રોગમુક્તિ માટે ભારતીય આયુર્વેદ અને તુલસીનો લીધો સહારા!
સાયક્લોસ્પોરા પરોપજીવીના કારણે 12,000થી વધુ લોકો ઝાડાની ગંભીર બીમારીનો ભોગ બન્યા, સાથે જ 35 વર્ષમાં ઓરીના સૌથી વધુ કેસ નોંધાયા; 'આઇસબર્ગ લેટીસ' છોડીને તુલસી અને જડીબુટ્ટીઓ ખાવા આરોગ્ય નિષ્ણાતોની સલાહ

વોશિંગ્ટન : અમેરિકા હાલમાં એકસાથે બે મોટી સ્વાસ્થ્ય કટોકટીનો સામનો કરી રહ્યું છે, જેના કારણે ત્યાંની હેલ્થકેર સિસ્ટમ હચમચી ગઈ છે. એક તરફ દેશમાં 1991 પછી એટલે કે છેલ્લા 35 વર્ષમાં ઓરી ના સૌથી વધુ કેસ નોંધાયા છે, તો બીજી તરફ દૂષિત ખોરાક અને પાણીથી ફેલાતા 'સાયક્લોસ્પોરા' નામના સૂક્ષ્મ પરોપજીવીએ હાહાકાર મચાવ્યો છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ના રિપોર્ટ મુજબ અમેરિકાના નવ રાજ્યોમાં ડાયેરિયાના 12,000 થી વધુ દર્દીઓ નોંધાયા છે, જેમાં મિશિગનમાં સૌથી વધુ ગંભીર સ્થિતિ છે.
આ ભયાનક ચેપ પાછળ સલાડમાં વપરાતી 'આઇસબર્ગ લેટીસ' શાકભાજી મુખ્ય શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે, જે મધ્ય મેક્સિકોથી આયાત કરવામાં આવી હતી. આ સ્થિતિ વચ્ચે યેલ સ્કૂલ ઓફ મેડિસિનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નેટ વુડ અને અન્ય તબીબોએ લોકોને લેટીસ ખાવાનું ટાળવા અને તેના બદલે ભારતીય આયુર્વેદિક પરંપરામાં સદીઓથી વપરાતી જડીબુટ્ટીઓ જેવી કે તુલસી અને કોથમીરનો ઉપયોગ વધારવા સલાહ આપી છે. ભારતીય ઘરોમાં પૂજાતી તુલસી અને પશ્ચિમી દેશોમાં વપરાતી મીઠી તુલસી એક જ વનસ્પતિ પરિવારની હોવાથી તેના ઔષધીય ગુણો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થઈ રહ્યા છે.
સાયક્લોસ્પોરાનો ચેપ લાગ્યા બાદ દર્દીઓમાં વારંવાર પાણી જેવા ઝાડા, પેટમાં અસહ્ય ખેંચાણ, ગેસ, ભારે થાક અને ઝડપથી વજન ઘટવા જેવા લક્ષણો અઠવાડિયાંઓ સુધી ચાલુ રહે છે. બીજી તરફ, રસી ન લીધેલા બાળકોમાં ઓરીનો ફેલાવો પણ સતત વધી રહ્યો છે, જેને પગલે અમેરિકી વહીવટીતંત્રે દૂષિત ખોરાકના કન્ટેનર પાછા ખેંચી તપાસ તેજ કરી છે. અમેરિકાના આધુનિક મેડિકલ સાયન્સે પણ આખરે ભારતીય ઘરગથ્થુ ઉપચારો અને આયુર્વેદિક જડીબુટ્ટીઓની તાકાતનો સ્વીકાર કરવો પડ્યો છે, જે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
