તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
વોટ્સેપમાંથી હવે ડીઝીટલ અવતાર ધીમે ધીમે થઇ જશે ગાયબ
હવે તમે WhatsApp પર તમારો Avatar ન તો નવો બનાવી શકશો… અને ન તો જૂનો એડિટ કરી શકશો!

નવી દિલ્હી :રોજિંદા જીવનમાં વોટ્સએપ નો ઉપયોગ કરો છોતો આ ખબર નાનકડો શોક આપી શકે છે! વોટ્સએપ હવે ધીમે ધીમે એક એવું ફીચર હટાવી રહ્યું છે ઘણા લોકોને “મજા માટે” ગમતું હતું —અને એ છે ડિજિટલ Avatar ફીચર!
હવે WhatsApp પર Avatar ન તો નવો બનાવી શકશો… અને ન તો જૂનો એડિટ કરી શકશો! એક સમય હતો જ્યારે યુઝર્સ પોતાના ચહેરા, હેરસ્ટાઇલ અને કપડાં પ્રમાણે પર્સનલ Avatar બનાવતા… અને તેને પ્રોફાઇલ ફોટો કે સ્ટિકર તરીકે ઉપયોગ કરતા. પણ હવે આ ફીચર ધીમે ધીમે એપમાંથી ગાયબ થઈ રહ્યું છે.
રિપોર્ટ્સ મુજબ Settings માંથી Avatar ઓપ્શન ગાયબ થઈ રહ્યો છે. Chat Info અને Keyboard માંથી પણ દૂર થઈ રહ્યો છે. ઘણા યુઝર્સને તો નોટિફિકેશન પણ મળ્યું છે કે “Avatar editing હવે ઉપલબ્ધ નથી” આ બદલાવ એક સાથે બધાને નથી દેખાઈ રહ્યો! WhatsApp આ ફીચરને ફેઝમાં રોલઆઉટ કરી રહ્યું છે, એટલે ઘણા લોકોને હજુ સુધી આ બદલાવ દેખાયો નથી…પણ આવતા થોડા અઠવાડિયામાં આ ફીચર સંપૂર્ણપણે બંધ થઈ જશે!
હાલ માટે એક નાની રાહત એ છે કે જો તમે પહેલાથી Avatar સ્ટિકર્સ ઉપયોગ કરતા હો, તો એ થોડી વાર સુધી chat માં ઉપલબ્ધ રહેશે. હવે તમને સવાલ થશે કે આ આ ફીચર હટાવવાનું કારણ શું હશે? જવાબ એ છે કે આ ફીચર એટલું લોકપ્રિય બન્યું નહીં. ઘણા યુઝર્સ હજુ પણ સામાન્ય DP, ઈમોજી અને સ્ટિકર્સ જ પસંદ કરે છે. એટલે કંપની હવે ફોકસ કરી રહી છે એપને વધુ સરળ અને ઉપયોગી બનાવવામાં. હવે સ્પષ્ટ છે— WhatsApp હવે “ફક્ત જરૂરી ફીચર્સ” પર જ ધ્યાન આપી રહ્યું છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
