તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ભારતીય ડેબ્ટ માર્કેટમાં ડિજિટલ રિવોલ્યુશન: SEBI ના 'ડિમેટ 2.0' પાઇલટ હેઠળ MSE પર દેશનું પ્રથમ ટોકનાઇઝ્ડ કોર્પોરેટ બોન્ડ સફળતાપૂર્વક ઇશ્યૂ!
IIFL ફાઇનાન્સે DLT ટેકનોલોજી અને RBI ની ડિજિટલ કરન્સી (CBDC) ના ઉપયોગથી રચ્યો ઈતિહાસ: ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ૨૦૨૬ માં SEBI અને RBI ના વડાઓના હસ્તે ભવ્ય લોન્ચિંગ

મુંબઈ, તા.૧૬: ભારતીય નાણાકીય બજાર અને ડેબ્ટ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિકતાના નવા શિખરે લઈ જવા માટે એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે. મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (MSE) એ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) ના સેન્ડબોક્સ ફ્રેમવર્વક હેઠળ 'ડિમેટ 2.0' (Demat 2.0) પાઇલટ પ્રોજેક્ટમાં ભાગીદારી કરીને એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. આ પાઇલટ પ્રોજેક્ટ હેઠળ ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેકનોલોજી (DLT) ના માધ્યમથી કોર્પોરેટ બોન્ડનું સફળતાપૂર્વક ટોકનાઇઝેશન કરવામાં આવ્યું છે, જેણે ભારતીય મૂડીબજારમાં એક નવા હાઇ-ટેક યુગના એંધાણ આપ્યા છે.
આ સફળ પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે, MSE ના ઇલેક્ટ્રોનિક બોન્ડ પ્લેટફોર્મ (MSE EBP) એ IIFL ફાઇનાન્સ લિમિટેડના પ્રથમ ટોકનાઇઝ્ડ કોર્પોરેટ બોન્ડ ઇશ્યુઅન્સને સક્ષમ બનાવ્યું છે. આ સીમાચિહ્નરૂપ ઇશ્યૂમાં 'ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ' એ અગ્રણી વ્યવસ્થાપકની ભૂમિકા અદા કરી હતી. આ સિસ્ટમ હેઠળ બોન્ડ્સ મૂળભૂત રીતે ડિજિટલ લેજર પર ઇશ્યૂ થાય છે, જ્યારે માલિકીના વૈધાનિક રેકોર્ડ્સ ડિપોઝિટરીઝ પાસે સુરક્ષિત રહે છે અને તેનું સેટલમેન્ટ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) દ્વારા કરવામાં આવે છે.
ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ૨૦૨૬ માં ભવ્ય લોન્ચિંગ
આ મહત્વાકાંક્ષી 'ડિમેટ 2.0' પાઇલટ પ્રોજેક્ટનું લોન્ચિંગ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ૨૦૨૬ (Global Fintech Fest 2026) ખાતે SEBI ના ચેરમેન શ્રી તુહિન કાંતા પાંડે અને RBI ના ગવર્નર શ્રી સંજીવ મલ્હોત્રાના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશની જાણીતી માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરમિડિયરીઝ (MII), નાણાકીય બજારોના દિગ્ગજો અને ફિનટેક ક્ષેત્રના અગ્રણી વિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. આ નવીનતમ ટેકનોલોજીથી ભારતીય બજારમાં માત્ર સેટલમેન્ટ ઝડપી જ નહીં બને પણ રોકાણકારો માટે અભૂતપૂર્વ પારદર્શિતા અને વ્યાપક પહોંચ પણ સુનિશ્ચિત થશે.
MSE નાં MD અને CEO લતિકા એસ. કુંડુનો દ્રષ્ટિકોણ
આ અભૂતપૂર્વ સફળતા અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં MSE નાં MD અને CEO શ્રીમતી લતિકા એસ. કુંડુએ જણાવ્યું હતું કે, “ડિમેટ 2.0 પાઇલટ દ્વારા નવીનતા લાવવા માટે સેબીનો આ ભવિષ્યલક્ષી અભિગમ ભારતની ડેબ્ટ બજારોના ભવિષ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. ટોકનાઇઝેશન વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સુરક્ષિત મૂડી નિર્માણને સક્ષમ બનાવવા ટેકનોલોજી અને વિશ્વાસપાત્ર બજાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એકસાથે લાવે છે. દેશનું સૌથી યુવા એક્સચેન્જ હોવાના નાતે, MSE ઇક્વિટી, ડેરિવેટિવ્ઝ, કરન્સી અને ડેબ્ટ સેગમેન્ટમાં આધુનિક ટેકનોલોજી દ્વારા ભારતીય નાણાકીય ઇકોસિસ્ટમને મજબૂત કરવા સતત તત્પર છે.”
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
